GSTV
Gujarat Government Advertisement

ખુશખબર/ દેશમાં કોરોનાના કહેરના અંતની આવી ગઈ તારીખ, સરકાર માટે છે મોટા રાહતના સમાચાર

કોરોના

Last Updated on May 6, 2021 by Bansari

કોરોના વાયરસની તબાહીથી આખા દેશમાં ભયનું વાતાવરણ વ્યાપ્યું છે. આ બધા વચ્ચે કોવિડ-19 મામલે ભવિષ્યવાણી કરનારા સરકારના મેથેમેટિકલ મોડેલિંગ એક્સપર્ટ પ્રોફેસર એમ. વિદ્યાસાગરના કહેવા પ્રમાણે 7 મેના રોજ કોરોનાની બીજી લહેર પીક પર પહોંચી શકે છે. આ કારણે હેલ્થ સેક્ટર્સે આ તારીખ પહેલા જ તૈયાર રહેવું પડશે.

કોરોના

7 મેના રોજ કોરોના પીક પર હશે

પ્રો. વિદ્યાસાગરના મતે આ સપ્તાહના અંતથી કોરોનાના કેસ ઘટવા લાગશે. 7 મેના રોજ કોરોના પીક પર હશે અને ત્યાર બાદ કેસની સંખ્યા ઘટવાનું શરૂ થશે. જો કે, આ લહેર વિભિન્ન રાજ્યોમાં વિભિન્ન સમયે ચરમ પર હશે. સંયુક્ત રીતે જોઈએ તો કોરોનાની લહેર પીક પર છે અથવા તો તેનાથી ખૂબ નજીક છે.

કોરોના

જે રાજ્યો મહારાષ્ટ્રની નજીક છે ત્યાં કોરોના જલ્દી પીક પર આવશે

પ્રો. વિદ્યાસાગરનો અંદાજો સાચો પડે તો તે સમગ્ર દેશ માટે રાહતની વાત કહેવાય કારણ કે, આ સપ્તાહના અંત સુધીમાં દેશ કોરોનાની બીજી લહેરની પીકને પાર કરી જશે. તેમના કહેવા પ્રમાણે બીજી લહેરની શરૂઆત મહારાષ્ટ્રથી થઈ હતી. જે રાજ્યો મહારાષ્ટ્રથી દૂર છે ત્યાં કોરોનાના કેસ ધીરે-ધીરે પીક પર આવશે અને તેમનું ડિક્લાઈન પણ સ્લો રહેશે. પરંતુ જે રાજ્યો મહારાષ્ટ્રની નજીક છે ત્યાં કોરોના જલ્દી પીક પર આવશે અને જોખમ પણ જલ્દી જ ઘટવા લાગશે.

પ્રો. વિદ્યાસાગરના મતે મે મહિના બાદ કોઈ રાજ્યમાં કોરોના પીક પર નહીં રહે તેવી સંભાવના છે. વધુમાં વધુ આગામી 10-15 દિવસમાં ભારતનું દરેક રાજ્ય પીક પર હશે અને ત્યાંથી જ કેસ ઘટવાની શરૂઆત થશે. કોરોનાની બીજી લહેર જેટલી વધારે ગતિથી ઉપર આવી હતી તેટલી જ ઝડપથી નીચે પણ જશે.

દેશમાં આજે ફરી નોંધાયા રેકોર્ડબ્રેક કોરોના કેસ

દેશમાં કોરોનાનો કોહરામ જારી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં નોંધાયેલા કેસોએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે. બુધવારે દેશમાં કોરોનાના 412,618 નવા કેસ સામે આવ્યા છે. આ બીજી વખત છે, જ્યારે દેશમાં કોરોનાના 4 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. અગાઉ 30 એપ્રિલના રોજ દેશમાં કોરોનાના 4,02,351 નવા કેસ સામે આવ્યા હતા. આ ઉપરાંત કોરોનાથી થતા મૃત્યુએ પણ એક નવો રેકોર્ડ બનાવ્યો. છેલ્લા 24 કલાકમાં 3,980 લોકોએ જીવ ગુમાવ્યો. એક દિવસમાં પ્રથમ વખત આટલા દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા છે.

કોરોના

સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ 12 રાજ્યોમાં એક લાખથી વધુ, 7 રાજ્યોમાં 50 હજારથી એક લાખ અને 17 રાજ્યોમાં 50 હજારથી ઓછા એક્ટિવ કેસ છે. 24 રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 15 ટકાથી વધુ પોઝિટિવિટી રેટ છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ દેશમાં કોરોનાના કેસ દરરોજ 2.4 ટકાની દરે વધી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં કોરોના 57 હજાર પાર

મહારાષ્ટ્રમાં કોરોનાના 57 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 920 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સૌથી ખરાબ સ્થિતિ મુંબઈની છે. મુંબઈમાં 3879 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 77 લોકોના મોત થયા છે. ઉપરાંત નાગપુરમાં પણ મૃત્યુની રફતાર ઓછી થવાનું નામ નથી લઇ રહી, ત્યાં 24 કલાકમાં 82 લોકોના મોત થયા. આ વચ્ચે કોરોનાની ત્રીજી લહેરને લઇ ઉદ્ધવ ઠાકરેએ ચિંતા વ્યક્ત કરી છે, જેના માટે તેમણે અધિકારીઓ સાથે વાત કરી છે અને આગળની તૈયારી પર મંથન કરી રહ્યા છે.

કોરોના

કર્ણાટકમાં 50,000થી વધુ કેસ

કોરોનાના કારણે કર્ણાટકની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 50,000થી વધારે નવા કેસ સામે આવ્યા છે. ગત વર્ષે થયેલી મહામારીની શરૂઆત બાદ પ્રથમ વખત બુધવારે કર્ણાટકમાં એક જ દિવસના સર્વાધિક કેસ અને મૃતકઆંક નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 50,112 નવા કેસ સામે આવ્યા છે.

બેંગલુરૂમાં કોરોનાનો નવો રેકોર્ડ

બેંગલુરૂમાં કોરોના વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. આંકડાકીય રીતે જોઈએ તો બેંગલુરૂની સ્થિતિ પણ દિલ્હી જેવી જણાઈ રહી છે. શહેરમાં છેલ્લા 24 કલાકમાં 23,000 કરતા વધારે નવા કેસ સામે આવ્યા છે. બેંગલુરૂ દેશનું પહેલું એવું શહેર છે જ્યાં એક દિવસમાં આટલા વધુ કેસ નોંધાયા છે. આ તરફ કર્ણાટકના હુબલીમાં ઓક્સિજનની તંગીના કારણે 5 દર્દીઓએ દમ તોડ્યો હતો. કેરળ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં પણ કોરોનાનો ભારે કહેર વ્યાપ્યો છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / જામનગર જીજી હોસ્પિટલ યૌન શોષણ કેસ: પોલીસે આખરે ફરિયાદ નોંધી, મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ

Zainul Ansari

પ્રખ્યાત ડેટિંગ એપ્લિકેશન Bumbleએ બંધ કરી તેની ઓફિસ, વર્કર્સને આપ્યો 1 અઠવાડિયાનો Paid Break; જાણો આનું કારણ

Vishvesh Dave

Result / સરકારી શાળાઓનું 9મા – 11મા ધોરણનું પરિણામ જાહેર, 80 ટકાથી વધુ પાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!