GSTV

PF પર ટેક્સ બચાવવો છે? આ નિયમ જાણી લો ફાયદામાં રહેશો

emi

જો તમે નોકરિયાત હોવ અને એમ્પલોઇ પ્રોવિડેંટ ફંડ (EPF)નો ફાયદો તમને મળી રહ્યો હોય તો તેના પર પણ ટેક્સ બેનેફિટ ઉપલબ્ધ છે. પરંતુ તેની સાથે જ કેટલીક શરતો પણ લાગુ થાય છે, જેના કારણે તમારે ટેક્સ ભરવો પડી શકે છે. તેથી પહેલાં તમારે તે જાણવુ પડશે કે EPF એકાઉન્ટ કયા કર્મચારીઓનું હોય છે. કોઇ કંપની કે સંસ્થામાં 20 કે તેથી વધુ કર્મચારી હોય તો EPF એક્ટ અંતર્ગત કંપનીએ કર્મચારીઓનું એમ્પ્લોઇ પ્રોવિડેંટ ફંડ એકાઉન્ટ ખોલાવુ પડે છે.

EPF Scheme, 1952 અંતર્ગત આવતા તમામ એમ્પ્લોયરે પોતાના દરેક અમ્પ્લોઇને EPFની સુવિધા આપવી ફરજિયાત છે. પછી તે કંપની સરકારી હોય કે પ્રાઇવેટ. EPF એકાઉન્ટમાં કર્મચારીઓ તરફથી દર મહિને બેસિક સેલરી પ્લસ DAના 12 ટકા કોન્ટ્રીબ્યૂશન જાય છે. આ રીતે અમ્પ્લોયર તરફથી પણ દર મહિને 12 ટકાનું યોગદાન જાય છે.

EPF: જાણો ટેક્સનું ગણિત

EPFમાં કર્મચારીના યોગદાન પર આવકવેરા કાનૂનના સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધીનો ટેક્સ ડિડક્શન ક્લેમ કરી શકાય છે. સાથ જ તેના પર મળતા વ્યાજ અને ઉપાડવામાં આવતા રૂપિયા પણ ટેક્સ ફ્રી હશે. પરંતુ તેમાં ફક્ત એક શરત લાગુ થાય છે. આ શરત એ છે કે EPFમાંથી ઉપાડવામાં આવતા રૂપિયા ત્યારે જ ટેક્સ ફ્રી હશે, જ્યારે એમ્પ્લોઇએ સતત 5 વર્ષ નોકરી કર્યા બાદ તે રૂપિયા વિડ્રો કર્યા હોય. જો 5 વર્ષની નોકરી પૂરી થયા પહેલા જ કર્મચારી EPF અમાઉન્ટ ઉપાડી લે તો તેના પર ટેક્સ ચુકવવો પડે છે.

નવી ટેક્સ વ્યવસ્થામાં નહી મળે પૂરો લાભ

બજેટ 2020માં ઘોષિત કરવામાં આવેલી નવી વૈકલ્પિક ટેક્સ વ્યવસ્થાનો લાભ લેનારાઓને EPFમાં રોકાણનો પૂરો ફાયદો નહી મળે. તેનું કારણ છે કે આ ઓછા દર વાળા ટેક્સ સ્લેબ સાથે શરત છે કે કરદાતા આવકવેરા કાનૂનના ચેપ્ટર VIA અંતર્ગત મળતાં ટેક્સ એગ્ઝેંપ્શન અને ટેક્સ ડિડક્શનનો લાભ નહી મેળવી શકે. પરિણામે EPFમાં યોગદાન પર મળતા સેક્શન 80Cનું ટેક્સ ડિડક્શન ઉપલબ્ધ નહી હોય.

જો કે વૈકલ્પિક ટેક્સ વ્યવસ્થામાં પણ EPF એકાઉન્ટ પર મળતું વ્યાજ ટેક્સ ફ્રી હશે, પરંતુ શરત એ છે કે તે 9.5 ટકાથી વધુ ન હોય. સાથે જ EPFમાં એમ્પ્લોયર તરફથી જમા રકમ પણ ટેક્સ ફ્રી હશે પરંતુ તેના માટે રકમ વાર્ષિક 7.5 લાખથી ઓછી હોવી જોઇએ.

Read Also

Related posts

કોરોના વાયરસ : પીએમ મોદી આ તારીખે રાજકીય દળોના નેતાઓ સાથે સંવાદ કરશે

Nilesh Jethva

Corona: લોકડાઉન ઉલ્લંઘન પર આ રાજ્યમાં 66 હજાર FIR દાખલ, 10 હજાર વાહન જપ્ત

Arohi

પૂરા 24 કલાક માટે આ જગ્યાએ બંધ રહેશે PUBG Mobile ગેમ, જાણો કારણ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!