GSTV

રિતેશ દેશમુખ અને જેનેલિયાની પહેલી ફિલ્મના શૂટિંગ પર પહોંચ્યાં હતાં સુષ્મા સ્વરાજ

Last Updated on August 7, 2019 by

સુષ્મા સ્વરાજના નિધન બાદ દેશ આખામાં શોકનો માહોલ છવાઈ ગયો છે. બોલિવૂડના સેલેબ્રિટીઓએ પણ તેનો શોક વ્યક્ત કર્યો છે. ડાયરેક્ટર સુભાષ ઘાઈ, એક્ટ્રેસ રવિના ટંડન, બોમન ઈરાની, એકતા કપૂર અને રિતેશ દેશમુખ જેવા સ્ટાર્સે શ્રદ્ધાંજલિ આપી છે. રિતેશ દેશમુખે એક પોસ્ટ પણ શેર કરી છે.

જેમાં તેણે સુષ્મા સ્વરાજ સાથેની મુલાકાતની વાત જણાવી છે. તેણે ટ્વિટ કરતાં કહ્યું કે 2001માં સૂચના પ્રસારણ મંત્રાલયના મિનિસ્ટર સુષ્મા સ્વરાજને મળવાની તક મળી હતી, જ્યારે તે રામોજી ફિલ્મ સિટીમાં આવી હતી. ત્યારે મારી અને જેનેલિયાની ડેબ્યૂ ફિલ્મ, તુજે મેરી કસમનું શૂટિંગ ચાલી રહ્યું હતું.

આ અમારી બંનેની પહેલી ફિલ્મ હતી. તેમણે અમને બંનેને આશીર્વાદ આપ્યા હતા અને અમારી સફળતા માટે કામના કરી હતી. ઈંડસ્ટ્રીમાં એ સમયે યુવાન હતા અને તેમણે અમને ઘણાં મોટિવેટ કર્યા હતા અને આગળ વધવા માટે પ્રેરણા આપી હતી. રિતેશ દેશમુખે સુષ્મા સ્વરાજને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું કે, દેશને એક સારી નેતાની ખોટ પડી છે. તે એક સારા વક્તાં હતાં, મહાનદેશભક્ત હતાં અને એક વરિષ્ઠ લીડર પણ હતાં.

વિદેશ મંત્રી હતા ત્યારે તે હંમેશાં ભારતીયો માટે મદદરૂપ સાબિત થયાં છે. મંગળવારના રોજ તેમની તબિયત ખરાબ થવાના કારણે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. બીમારીના કારણે તેમણે 2019ની ચૂંટણી લડી નહોતી.

Read Also

Related posts

યુવાનો સ્ટ્રોકથી સાવધાન / ભારતમાં દર વર્ષે 18 લાખ કેસ નોંધાય છે : 25 ટકા દર્દીઓ 50 વર્ષથી ઓછી વયના, કઈ રીતે રોકવી આ બિમારી?

Zainul Ansari

ચેતવણીરૂપ સમાચાર / કારમાં CNG ગેસ ભરાવતા સમયે થયો જોરદાર વિસ્ફોટ, કારનું નીકળી ગયું કચ્ચરઘાણ

Zainul Ansari

વાઇરલ વિડીયો / દીકરાએ પિતાને કરાવ્યો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહેલ ટ્રેન્ડ, પછી જે થયું તે જોઈને તમે પણ હસી પડશો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!