પાણી પાચન, બ્લડ પ્રેશર, વજન નિયંત્રણ, ત્વચા અને વાળની કાળજી માટે ખુબ જ જરૂરી છે. પર્યાપ્ત માત્રામાં પાણી પીવાથી આપણું હાઈડ્રેટ રહે છે. આયુર્વેદમાં આ વિશે પણ વાત કરવામાં આવી છે કે ગરમ હુફાળું પાણી પણ દિવસ દરમિયાન કેટલી માત્રા અને ક્યારે પીવું જોઈએ.

આયુર્વેદ વિશેષજ્ઞ ડો. રેખા રાધમોનીએ હાલમાં જ એક ઈનસ્ટાગ્રામ પોસ્ટ શેર કરી હતી જેમાં જણાવ્યું હતું કે આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે ગરમ અથવા રૂમ ટેમ્પ્રર ધરાવતું પાણી ક્યારે પીવું જોઈએ. તો ચાલો જાણીએ કે રૂમ ટેમ્પ્રેચર ધરાવતું પાણી ક્યારે પીવું જોઈએ.
થાકી ગયા હોવ અથવા તમને ચક્કર આવે છે
ખુબ જ તરસ લાગી હોય
તડકામાં બહાર ગયા હોવ તો
જો તમને રક્તસ્રાવની સમસ્યા હોય
ફૂડ પોઈઝનિંગની સમસ્યા હોય
જ્યારે કોઈ વ્યક્તિને અત્યંત તરસ લાગી હોય છે અથવા ફૂડ પોઈઝનિંગ જેવી સમસ્યાથી પીડિતો હોય, ત્યારે ગરમ પાણીને બદલે રૂમ ટેમ્પ્રેચરે પાણી પીવું વધુ સારું રહે છે.

ક્યારે હુંફાળું ગરમ પાણી પીવું જોઈએ
આયુર્વેદ પ્રમાણે ગરમ પાણી પીવાથી કફ જેવી સમસ્યામાં રાહત મળે છે અને પરતું તેના કારણે ખાવાની ઈચ્છા ઓછી થઈ જાય છે. આ સિવાય તેને પાચનતંત્ર માટે ફાયદાકારક માનવામાં આવે છે. તે ખાંસી અને શરદીમાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
(નોંધ – આ લેખમાં દર્શાવવામાં આવેલી માહિતી સામાન્ય વિગતો પર આધારિત છે. કોઈપણ વસ્તુ અપનાવતા પહેલા ડોક્ટર કે નિષ્ણાતોની મદદ લો. જીએસટીવી ન્યુઝ આની પુષ્ટિ કરતું નથી અને જવાબદાર રહેશે નહિ. અમારો મુખ્ય હેતુ માત્ર તમને સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવવાનો છે)
Also Read
- ગૂગલે લોન્ચ કર્યું આ નવું ફિચર, હવે લખાયેલા ગીતને ગૂગલ આપશે અવાજ
- દુષ્કર્મના વધુ એક કેસમાં આસારામ દોષિત જાહેર, જોધપુર જેલમાં જેલમાં બંધ આસારામને વીડિયો માધ્યમથી હાજર રખાયોઃ શું હતો દુષ્કર્મનો મામલો
- ઓડિશાના મંત્રીની અંગત કારણોસર થઈ હત્યા, પોલીસે જ ગોળી મારીને ઘટનાને આપ્યો અંજામ
- મોટા સમાચાર / દુષ્કર્મ કેસમાં આસારામ દોષિત જાહેર, હવે થશે સજાનું એલાન
- Mumbai / મહારાષ્ટ્રમાં હિંદુવાદીઓના કાર્યક્રમોથી શિંદે ચિંતામાં, હિન્દુ સંગઠનો દ્વારા જંગી રેલી