GSTV
Home » News » અડધી રાત્રે સુસાઇડ કરવા જઇ રહ્યો હતો સલમાન, પછી જે બન્યું તેનાથી ફફડી ઉઠી હતી ઐશ્વર્યા

અડધી રાત્રે સુસાઇડ કરવા જઇ રહ્યો હતો સલમાન, પછી જે બન્યું તેનાથી ફફડી ઉઠી હતી ઐશ્વર્યા

સલમાન ખાન અને એશ્વર્યા રાયની લવ સ્ટોરી વિસે આજે પણ લોકો જાણવા માંગે છે. બંનેના સંબંધો મંઝીલ સુધી ન પહોંચ્યા અને થોડા જ સમયમાં તેઓ છૂટા પડી ગયાં. તેમ છતાં ફેન્સ તેમના સંબંધોની હકીકત વિશે જાણવા માટે ઉત્સુક છે. તાજેતરમાં જ બંનેની 20 વર્ષ જૂની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ ફોટોમાં સલમાન-એશ્વર્યા એકસાથે બેઠા નજરે આવી રહ્યાં છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ ફોટો તે સમયનો છે જ્યારે તેઓ રિલેશનશીપમાં હતાં. બંનેએ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’માં કામ કરી ચુક્યાં છે. આ ફિલ્મના શુટિંગ દરમિયાન જ બંને વચ્ચે પ્રેમના ફણગા ફૂટ્યા હતા. મીડિયામાં તેમના અફેરની વાતો વહેતી થઇ હતી અને તેમણે પણ પોતાના રિલેશનને જાહેર કરી દીધ હતું.

એશ્વર્યા સલમાનના પરિવારમાં હળી મળી ગઇ હતી. ત્યાં એશ્વર્યાના પિતા તેમના સંબંધોથી નારાજ હતાં. ત્યાં અચાનક એવી ખબર મળી કે સલમાન અને એશ્વર્યાના સંબંધો વણસી ગયાં છે.

એક અહેવાલ અનુસાર કેટલાંક પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે નવેમ્બર 2001માં સલમાન એશ્વર્યાના ફ્લેટ પર પહોંચ્યો અને જોર-જોરથી દરવાજો ખટખટાવા લાગ્યો. સલમાન કહેતો રહ્યો કે મને અંદર આવવા દો નહી તો હું સુસાઇડ કરી લઇશ.

salman-aish2

આ ડ્રામા સવારે 3 વાગ્યા સુધી ચાલ્યો. આખરે એશ્વર્યાએ સલમાનને ઘરમાં બોલાવ્યો. કહેવામાં આવે છે કે સલમાન એશ્વર્યા પાસેથી લગ્નનું વચન લેવા માંગતો હતો. ત્યાં એશ્વર્યા પોતાના કરિયર પર ફોકસ  કરવા માંગતી હતી. તેને લઇને તેમની વચ્ચે ઝગડા શરૂ થઇ ગયાં હતાં. તે બાદ તેમના સંબંધો વણસી ગયા અને આખરે તેમના રિલેશનશીપનો અંત આવ્યો.

એક ઇન્ટરવ્યુંમાં એશ્વર્યાએ જણાવ્યું હતું કે તે મને ફોન કરીને બેકાર વાતો કરે છે. મારા કોસ્ટાર સાથે મારુ નામ જોડવામાં આવ્યું.  તે પછી તેણે મારા પર હાથ ઉગામ્યો. સલમાન દરેક સમયે મારો પીછો કરે છે. જ્યારે મે તેનો ફોન રિસિવ કરવાનું બંધ કરી દીદું તો તેણે પોતાની જાતને નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દીધું.

Read Also

Related posts

અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 9 ટકા મતદાન

Mayur

ગુજરાત ઇલેક્શન : અનેક જગ્યાએ EVM ખોટકાયા, મતદાતાઓને આવ્યો રાહ જોવાનો વારો

Bansari

સાંસદનું રિપોર્ટ કાર્ડ: 2014માં જાયન્ટ કિલર સાબિત થયેલા દેવુસિંહ ખેડાની જનતા માટે કેટલા જાગૃત

Riyaz Parmar