GSTV
Home » News » જ્યારે રશિયાએ ઈનકાર કર્યો તો ISROના વૈજ્ઞાનિકોએ જાતે બનાવ્યું લેન્ડર-રોવર

જ્યારે રશિયાએ ઈનકાર કર્યો તો ISROના વૈજ્ઞાનિકોએ જાતે બનાવ્યું લેન્ડર-રોવર

ઈસરોએ ઈતિહાસ રચતા ચંદ્રયાન-2ને લોન્ચ કરી દીધુ છે. આંધ્રપ્રદેશનાં શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેંટર પરથી બપોરે 2.43 મિનિટ પર ચંદ્રયાન-2 લોન્ચ કરાયુ છે. ચંદ્રયાન-2નું લોન્ચિંગ ભારતના “બાહુબલી રોકેટ” GSLV માર્ક |||થી કરવામાં આવ્યુ છે. ત્યારબાદ ચંદ્રના દક્ષિણ ધ્રુવ સુધી પહોંચવા માટે ચંદ્રયાન-2ની 48 દિવસોની યાત્રા શરૂ થઈ જશે. લગભગ 16.23 મિનિટ બાદ ચંદ્રયાન-2 પૃથ્વીથી લગભગ 182 કિમીની ઉંચાઈ પર જીએસએલવી એમકે 3 રોકેટથી અલગ થઈને પૃથ્વીની કક્ષામાં ચક્કર લગાવશે. ચંદ્રયાન 2 હાલમાં શરૂઆતના તબક્કામાં છે. ISROએ કહ્યુ છેકે, અત્યારે રોકેટની ગતિ બિલકુલ સામાન્ય છે. એટલેકે હાલમાં આ યાન ઈસરોની પ્લાનિંગની હિસાબથી જ ચાલી રહ્યુ છે. આ મિશન પર લગભગ 978 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.

વૈજ્ઞાનિકોએ દેખાડી ક્ષમતા

નવેમ્બર 2007માં રશિયા અંતરિક્ષ એજન્સી રૉસકૉસમૉસે કહ્યુ હતુકે, આ પ્રોજેક્ટમા સાથે કામ કરીશું. તે ઈસરોને લેન્ડર આપશે. 2008માં આ મિશનને સરકાર પાસેથી અનુમતિ મળી હતી. 2009માં ચંદ્રયાન-2ની ડિઝાઈન તૈયાર કરવામાં આવી હતી. જાન્યુઆરી 2013માં લોન્ચિંગ નક્કી કરાયુ હતુ. પરંતુ રશિયન અંતરિક્ષ એજન્સી રૉસકોસમૉસ લેન્ડર આપી શકી ન હતી. ઈસરોએ ચંદ્રયાન-2નું લોન્ચિંગ માર્ચ 2018માં નક્કી કર્યુ હતુ.

પરંતુ અમુક ટેસ્ટિંગ બાદ એપ્રિલ 2018માં અને ત્યારબાદ ઓક્ટોબર 2018માં ટાળી દેવામાં આવ્યુ હતુ. તેની વચ્ચે જૂન 2018માં ઈસરોએ નિર્ણય લીધો હતોકે, અમુક બદલાવ કરીને ચંદ્રયાન-2નું લોન્ચિંગ જાન્યુઆરી 2019માં કરવામાં આવશે. ત્યારબાદ લોન્ચિંગ ફેબ્રુઆરી 2019માં કરવાનું નક્કી કરાયુ હતુ. ત્યારબાદ આખરે 22 જૂલાઈએ ચંદ્રયાન-2નું સફળતા પૂર્વક લોનચિંગ કરાયુ છે. ત્યારે આ મિશનની સફળતાથી એ સ્પષ્ટ થઈ ગયુ છેકે, આપણા વૈજ્ઞાનિકો કોઈના પણ મોહતાજ નથી. તેઓ કોઈ પણ મિશનને પુરુ કરી શકે છે.

READ ALSO

Related posts

અમેરિકાના ઓરેગોન રાજ્યના એક સરોવરમાં 27 વર્ષના ભારતીય વિદ્યાર્થીનું ડૂબવાથી થયું મોત

Path Shah

રાજધાની દિલ્હીમાં તમામ રાજ્યોના ભવન, જ્યારે રૂપિયા 131 કરોડના ખર્ચે બનેલું છે ગરવી ગુજરાત ભવન

Path Shah

ધોરણ 10 અને 12ના પેપરોની રિચેકિંગની પ્રક્રિયા થઈ પૂર્ણ ,પરંતુ શિક્ષકોની લાપરવાહી આવી સામે

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!