GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

…અને ત્યારે પ્રણબ મુખર્જીને લાગ્યું હતું કે તેઓ બની શકે છે વડાપ્રધાન

દેશના વડાપ્રધાન બનવાનું સપનુ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીને હમેશાથી રહ્યું છે. પોતાના રાજનૈતિક સફને લઇને લખેલા ત્રણ પુસ્તકોની સિરીઝમાં પણ આ વાત સામે આવી છે. હાલમાં આ સિરીઝનું ત્રીજુ પુસ્તક ‘ધ કોએલિશન ઇયર્સ: 1996-2012’ માં તેમણે વિસ્તારથી આ અંગેનો ઉલ્લેખ કર્યો છે.

જો કે, પ્રણબ દા લખે છે કે, વર્ષ 2012માં રાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવારનું નામ ચાલી રહ્યું હતું. મારા નામને લઇને પણ ચર્ચા ચાલી રહી હતી. ત્યારે એક દિવસ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ તેમને બોલાવીને તેમની પાસે રાષ્ટ્રપતિ માટે બીજા નામ સૂચવવા માટે કહ્યું હતું. આ મુલાકાતને યાદ કરતા પ્રણવ દા લખે છે કે, સોનિયા ગાંધીએ તેમને કહ્યું કે, શ્રી મુખર્જી આમાં કોઇ બે મત નથી કે આ પદ માટે તમે સૌથી યોગ્ય વ્યકિત છો. પરંતુ, સાથે તમારે એ ન ભૂલવું જોઇએ કે, સરકાર ચલાવવામાં તમે કેટલી મહત્વની ભૂમિકા નિભાવી રહ્યાં છો. શું તમે આ પદ માટે કોઇ અન્ય નામની ભલામણ કરી શકો છો?

પ્રણબ મુખર્જી કહે છે કે, તેમની સાથે મુલાકાત બાદ તેમને લાગ્યું કે, ડૉ.મનમોહન સિંહને રાષ્ટ્રપતિ બનાવી શકાય છે અને એ સ્થિતિમાં વડાપ્રધાન માટે તેમના નામ પર વિચાર થઇ શકે છે. પોતાના આ વિચારની પાછળ તેમણે બે કારણો ગણાવ્યા. પહેલું, તેમને લાગ્યું હતું કે, સોનિયા ગાંધીને તેમની સંગઠનાત્મક ક્ષમતામાં હમેશાથી વિશ્વાસ રહ્યો છે. બીજુ, ત્યારે ઘણી ચર્ચા ચાલી હતી કે, મનમોહન સિંહને રાષ્ટ્રપતિ અને તેમને વડાપ્રધાન બનાવવાની ફોર્મ્યૂલા પર સોનિયા ગાંધીએ પોતાની રજાઓ દરમિયાન ઘણી ચર્ચા-વિચારણા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ પુસ્તકના લોન્ચિંગ સમયે ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યુ છે કે પ્રણબ મુખર્જી તેમનાથી વધારે કાબેલ હતા. પરંતુ સોનિયા ગાંધીએ તેમને વડાપ્રધાન બનાવ્યા હતા અને તેઓ આમા કંઈ કરી શકે તેમ ન હતા.

Related posts

બદ્રીનાથમાં ચારધામ યાત્રાની તૈયારીઓ, કરાશે સોશિયલ ડિસ્ટેંસિંગનું પાલન

Bansari

ભારત કરી રહ્યું છે ચીનનો વિરોધ, અમુલે ચીન વિરોધી એડ કરતા ટ્વીટરે અકાઉન્ટ બ્લોક કર્યું

Pravin Makwana

1962નું આ ભારત નથી, ભારતનો એક જવાન દુશ્મનના 10 જવાન પર ભારે પડે તેમ છે !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!