GSTV
Home » News » મોદી જ્યારે પાયજામો-પેન્ટ પહેરવાનું શીખ્યા નહોતા ત્યારે નહેરુજી-ઇન્દિરાજીએ સૈન્ય બનાવી નાંખ્યું હતું: કમલનાથ

મોદી જ્યારે પાયજામો-પેન્ટ પહેરવાનું શીખ્યા નહોતા ત્યારે નહેરુજી-ઇન્દિરાજીએ સૈન્ય બનાવી નાંખ્યું હતું: કમલનાથ

હાલમાં સમગ્ર દેશમાં લોકસભા ચૂંટણી જંગનો પ્રચાર-પ્રસાર ચરમસીમા પર છે. રાજકીય પક્ષો સત્તા મેળવવા માટે પોતની બધી જ તાકાત લગાવી રહ્યા છે, આ ચૂંટણી સીઝનમાં નેતાઓ પરસ્પર નિવેદનો આપીને મર્યાદા ઓળંગી રહ્યા છે અને દરેક રાજકીય પાર્ટીના નેતાઓએ મર્યાદાથી બહારના નિવેદનો આપ્યા છે.

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહારો કરતા વિવાદીત નિવેદન આપ્યું છે. રવિવારે ચૂંટણી સભાને સંબોધતા કમલનાથે ટિપ્પણી કરી હતી કે, જ્યારે વડાપ્રધાન મોદી પાયજામો કે પેન્ટ પહેરવાનું શીખ્યા ન હતા ત્યારે પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ અને ઇન્દિરા ગાંધીએ આ દેશનાં સૈન્ય (નેવી,એરફોર્સ,આર્મી)ની રચના કરી હતી.  

Modi

મધ્ય પ્રદેશના ખંડવામાં ચૂંટણી સભા દરમિયાન મુખ્યમંત્રી કમલનાથે વડાપ્રધાન મોદી પર તીક્ષ્ણ પ્રહારો કરતા જણાવ્યું કે, મોદીજી તમે દેશની સુરક્ષાની વાત કરો છો. શું પાંચ વર્ષ પહેલા દેશ સુરક્ષિત હાથોમાં ન હતો? પોતાના સંબોધનમાં આતંકી હુમલાઓ મામલે મોદી સરકારને ઘેરતા કમલનાથે સવાલ કર્યો હતો કે, સૌથી વધુ આતંકી હુમલા કોની સરકારમાં થયા? કોના કાર્યકાળમાં થયા? દિલ્હીમાં સંસદ પર હુમલો થયો ત્યારે કોની સરકાર સત્તામાં હતી. ભાજપાની સરકાર હતી અને આંકડાઓ દર્શાવે છે કે સૌથી વધારે આતંકી હુમલા મોદી સરકારના રાજમાં થયા હતા.   

ચૂંટણી મુદ્દાને ધ્યાનમાં રાખતા કમલનાથે જણાવ્યું કે, મોદીજી કહેતા હતા કે, કરોડો યુવકોને રોજગાર આપશે. કેટલા યુવાનોને રાજગાર મળ્યો? કમલનાથે પોતાના સંબોધનમાં નોટબંદી અને કાળા નાણા જેવા ચૂંટણી મુદ્દાઓ પર ભાજપા સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે, નોટબંદીએ નાના વેપારીઓની કમર તોડી નાંખી હતી. 

READ ALSO 

Related posts

નેતાઓની જીભ લપસવાની મૌસમ: શિવરાજસિંહે સનદી અધિકારીઓને ધમકી આપતા કહ્યું, કાલે…

Nilesh Jethva

મુખ્ય ન્યાયાધીશ ગોગોઇને ફસાવવા મહિલાએ જુઠા આરોપ લગાવ્યા: વકીલે સુપ્રીમને પુરાવા સોંપ્યા

Mayur

નોતાઓનાં બફાટની વણથંભી વણઝાર: યુપીનાં આ નેતા પીએમ મોદી વિશે બોલ્યા કે….

Riyaz Parmar