GSTV
Home » News » T-20ના એવા 8 મેચ વિશે જાણો જેમાં ભારત છેલ્લા બોલ પર હાર્યુ

T-20ના એવા 8 મેચ વિશે જાણો જેમાં ભારત છેલ્લા બોલ પર હાર્યુ

24 ફેબ્રુઆરીએ ઇન્ડિયા વર્સીસ ઓસ્ટ્રેલિયાની T-20 મેચમાં છેલ્લા બોલે ભારતીય ટીમ હારી ગઈ. જો કે આવું પહેલી વખત નથી થયું. અત્યાર સુધી ટી-20 મેચમાં ભારતીય ટીમ આઠ વખત છેલ્લા બોલ પર મેચ હારી ગઈ છે. આ મેચ એવા છે, જે અંતિમ બોલે જીતી શકાય તેવા હતાં. આઠ વખત શું થયું આવો જાણીએ.

ઇન્ડિયા V/S વેસ્ટ ઇન્ડિઝ, 27 ઓગષ્ટ-2016 (લોડરહિલ,અમેરિકા)

વેસ્ટ ઇન્ડિઝે પહેલા બેટીંગ કરીને 245 રન બનાવ્યા હતાં. આ સ્કોર કોઈ પણ ટી-20 મેચમાં અત્યાર સુધીનો સાતમો સૌથી મોટો સ્કોર છે.ભારતને આ મેચ જીતવા માટે 246 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ભારતીય ટીમે 19 ઓવરમાં 238 રન બનાવી લીધા હતાં. છેલ્લી ઓવરમાં મેચ જીતવા માટે માત્ર આઠ રનની જરૂર હતી. ઓવરની પહેલી પાંચ બોલમાં 6 રન બની ગયા હતાં. ડ્વેન બ્રાવો બોલીંગ કરતા હતાં, સ્લોઅર ડિલીવરી હતી. બોલ શોર્ટ થર્ડ મેન તરફ ગઈ અને સૈમૂઅલ્સે કેચ પકડ્યો હતો. ભારતીય ટીમ એક રનથી મેચ હારી ગઈ હતી. ધોનીએ 25 બોલમાં 43 રન કર્યા હતાં.

ઇન્ડિયા V/S ઝીમ્બાબ્વે 18,જૂન-2016 (હરારે,ઝીમ્બાબ્વે)

ઝીમ્બાબ્વેએ પહેલા બેટીંગ કરવાનો નિર્ણય કરીને 170 રન બનાવ્યાં. ભારતીય ટીમ આ મેચમાં સારૂ પ્રદર્શન કરી રહી હતી. જેમાં 19 ઓવરમાં 163 રન બનાવી લીધા હતાં. છેલ્લી ઓવરમાં 8 રન બનાવવાની જરૂર હતી. પહેલાં બે બેલમાં માત્ર 3 રન બનાવ્યાં. જેમાં એક વ્હાઈટ બોલ હતો. પાંચમાં બોલમાં ઋષિ ધવને દોડીને એક રન બનાવ્યો. હવે અંતિમ બોલમાં મેચ જીતવા માટે 4 રનનની જરૂર હતી. અહિંયા પણ ધોની સ્ટ્રાઈક પર હતાં. મદવિઝા બોલીંગ કરતા હતાં. ધોનીએ મા6 એક રન નોંધાવ્યો. 17 બોલમાં 19 રન બનાવીને નોટ આુટ રહ્યાં. ભારતીય ટીમે 3 રનથી મેચ ગુમાવી પડી હતી.

ઇન્ડિયા V/S ઈંગ્લેન્ડ 7 સપ્ટેમ્બર 2014 (બર્મિંગહામ, ઇંગ્લેન્ડ)

ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 180 રનનો સ્કોર નોંધાવ્યો. છેલ્લી ઓવરમાં મેચ જીતવા માટે ભારતને 17 રન બનાવવાની જરૂર હતી. આ મેચમાં પણ ધોની જ હતાં. વોક્સનાં પહેલા બોલમાં જ ધોનીએ શાનદાર છગ્ગો લગાવ્યો. બીજા બોલમાં બે રન ભાગીને બનાવ્યા હતાં. ત્રીજા બોલમાં કોઈ રન ન બનાવ્યો. ચોથા બોલમાં ચોગ્ગો ફટકાર્યો. હવે બે બોલમાં પાંચ રન બનાવવાની જરૂર હતી. પાંચમાં બોલમાં એક પણ રન બની શક્યો નહિં. છેલ્લા બોલમાં માત્ર એક રન નોંધાવ્યો. ધોની 18 બોલમાં 27 રન બનાવીને નોટઆઉટ રહ્યાં.ભારતીય ટીમ 3 રનથી મેચ હારી ગઈ હતી.

ઇન્ડિયા V/S ઇંગ્લેન્ડ 22 ડિસેમ્બર 2012 (મુંબઈ,ભારત)

ભારતીય ટીમે પહેલા બેટીંગ કરીને 177 રન બનાવ્યાં હતાં. 178નાં સ્કોરનો પીછો કરીને ઇંગ્લેન્ડે 19 ઓવરમાં 169 રન બનાવ્યાં. ન્યુઝીલેન્ડને 9 રનની જરૂર હતી. પહેલા પાંચ બોલમાં ડિંડાએ 6 રન આપ્યા. લાસ્ટ બોલ, ત્રણ રન. મોર્ગન બેટીંગ કરતા હતાં. તેમણે છગ્ગો લગાવી દિધો હતો. એટલે કે ડિફેંડ કરતા પણ ભારતે મેચ ગુમાવવી પડી હતી.

ઇન્ડિયા V/S ન્યુઝીલેન્ડ- 11,સપ્ટેમ્બર 2012 (ચેન્નઈ,ભારત)

મૈક્કલમે શાનદાર 91 રનની મદદથી ન્યુઝીલેન્ડ સામે 168 રનનો સ્કોર નોંધાવ્યો હતો. ભારતીય ટીમે અંતિમ ઓવરમાં મેચ જીતવા માટે 13 રન બનાવાની જરૂર હતી. એમએસ ધોની છેલ્લી ઓવરનાં અંતિમ ત્રણ બોલમાં નોન સ્ટ્રાઈક એંડ પર હતાં. છેલ્લાં બે બોલમાં રોહિત શર્માએ બે-બે રન નોંધાવ્યા હતાં. ટીમ માત્ર 11 રન બનાવી શકી અને એક મેચથી હારી ગઈ હતી.

ઇન્ડિયા V/S શ્રીલંકા (વર્લ્ડ કપ મેચ) 11 મે-2011 (ગ્રોસ આઈલેટ, સેંટ લુસીયા)

ભારતીય ટીમે સુરેશ રૈનાની મદદથી 163 રન નોંધાવ્યાં હતાં. ઓગણીસ ઓવર બાદ શ્રીલંકાએ 151 રન બનાવ્યા હતાં. મેચ જીતવા માટે આખરી ઓવરમાં 13 રન બનાવાની જરૂર હતી. નેહરાનાં પહેલા બોલે જ મૈથ્યુઝે છગ્ગો ફટકાર્યો હતો. આગલા ત્રણ બોલમાં મૈથ્યુઝે 4 રન બનાવ્યા હતાં. પાંચમાં બોલમાં વહેરાએ મૈથ્યુઝને આઉટ કર્યા હતાં. છેલ્લા બોલમાં મેચ જીતવા માટે શ્રીલંકાને 3 રનની જરૂર હતી. કાપુગેદરાએ શાનદાર છગ્ગો લગાવ્યો અને શ્રીલંકન ટીમ મેચ જીતી ગઈ હતી.

ઇન્ડિયા V/S ન્યુઝીલેન્ડ 27 ફેબ્રુઆરી 2009(વેલિંગટન,ન્યુઝીલેન્ડ)

ભારતીય ટીમે સુરેશ રૈનાની હેલ્પથી 50ને બદલે 149 રન બનાવ્યા હતાં. ન્યુઝીલેન્ડ ટીમને 150 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. અંતિમ ઓવરમાં જીતવા માટે 12 રન જરૂરી હતાં. ઇરફાન પઠાણ બોલીંગ કરતા હતાં. પહેલા ત્રણ બોલમાં માત્ર ત્રણ રન આપ્યા હતાં. જો કે તે પછીનાં બે બોલમાં બ્રૈન્ડમ મૈકુલમે બે ચોગ્ગા નોંધાવ્યા હતાં. છેલ્લા બોલમાં 1 રન દોડીને ન્યુઝીલેન્ડે મેચ હરાવી દીધા હતાં.

READ ALSO

Related posts

અમદાવાદમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો, નીતિન પટેલે આપ્યો આ જવાબ

Nilesh Jethva

બાંગ્લાદેશીઓને અમદાવાદમાંથી ખસેડવા મામલે સરકારે કર્યો ખુલાસો, કોંગ્રેસે જાહેર કર્યો ટેકો

Riyaz Parmar

સુરતની ખાનગી શાળાઓ દ્વારા વસુલવામાં આવતી ફી સામે વાલીઓની એફઆરસી સમક્ષ રજૂઆત

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!