GSTV
India News Trending

ભારત વર્લ્ડકપની ફાઈનલ મેચ હારી જતાં યુવકે જીવન ટુંકાવ્યું, આઘાતમાં ગળાફાંસો ખાઈ લીધો

ભારત વર્લ્ડ કપના ફાઈનલ મુકાબલામાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયા બાદ પશ્ચિમ બંગાળના બાંકુરા જિલ્લામાં એક 23 વર્ષીય યુવકે કથિત રીતે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે જણાવ્યું કે, આ ઘટના બેલિયાટોર પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવેલા સિનેમા હોલ પાસે રવિવારે રાત્રે લગભગ 11 વાગ્યે બની હતી.

મેચ જોવા માટે યુવકે રજા લીધી હતી

યુવક એક કપડાની દુકાનમાં કામ કરતો હતો અને ફાઈનલ મેચ જોવા માટે તેણે રવિવારે રજા લીધી હતી. તેના બનેવી ઉત્તમ સૂરે જણાવ્યું કે, ભારતની ઓસ્ટ્રેલિયા સામેની હારથી દુ:ખી થઈને રાહુલે પોતાના રૂમમાં ફાંસી લગાવી લીધી હતી. બાકી તેમના જીવનમાં એવી કોઈ પણ સમસ્યા નહોતી.

પોલીસે આ મામલે તપાસ હાથ ધરી

પોલીસે જણાવ્યું કે, સોમવારે સવારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાંકુરા સમ્મિલાની મેડિકલ કોલેજ અને હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. આ સાથે જ અકુદરતી મૃત્યુનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, ઘટના સમયે ઘરમાં કોઈ નહોતું. જોકે, પોલીસે મોતના કારણ પર ટિપ્પણી કરવાથી ઈનકાર કરતા જણાવ્યું કે, તપાસ ચાલુ છે.

ગુજરાત સહિત દેશ-વિદેશના સમાચારો તેમજ બિઝનેસ, જ્યોતિષ, એન્ટરટેઇન્મેન્ટ સહિતના લેટેસ્ટ સમાચાર મેળવવા માટે GSTVના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ  https://chat.whatsapp.com/IdVGH0pgIP08AeIj0cd0NA 
GSTVની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો : https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1

READ ALSO

Related posts

ભારત – આફ્રિકા વચ્ચેની પ્રથમ ટી-20 મેચમાં વરસાદનું વિધ્ન, ટોસમાં વિલંબ

Hardik Hingu

Solar Highway / દેશના આ રાજ્યમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, જાણો શું છે ખાસ વાત

Nelson Parmar

India Vs South Africa Series: ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા થશે માલામાલ

Hardik Hingu
GSTV