GSTV
Home » News » ઍનિવર્સરીઃ જ્યારે ગૌરીએ શાહરૂખને કહ્યું, હું મારા બોયફ્રેન્ડની રાહ જોઈ રહી છું

ઍનિવર્સરીઃ જ્યારે ગૌરીએ શાહરૂખને કહ્યું, હું મારા બોયફ્રેન્ડની રાહ જોઈ રહી છું

શાહરૂખ ખાનની ફક્ત સિલ્વર સ્ક્રીનની લવ સ્ટોરી જ રસપ્રદ નથી હોતી પરંતુ તેમની રીયલ લાઈફની લવ સ્ટોરી વધારે રોમાન્ટિક છે.  શાહરૂખ અને ગૌરીના લગ્નને ૨૭ વર્ષ થઇ ગયા. બંનેએ ૨૫ ઓક્ટોબર ૧૯૯૧માં લગ્ન કર્યા હતા.ગૌરીને પહેલી નજરમાં જોતા જ શાહરુખને ગૌરી સાથે પ્રેમ થઇ ગયો હતો. લગ્નના આટલા વર્ષ બાદ પણ બંનેના પ્રેમમાં કોઈ ઓટ નથી આવી. ત્રણ સંતાનના માતા-પિતા બની ચુકેલા આ કપલની લવ સ્ટોરી ખુબ જ ફિલ્મી છે.

આ ફિલ્મી લવ સ્ટોરીની શરૂઆત એક કોમન ફ્રેન્ડની પાર્ટી દરમિયાન શરૂ થઇ હતી. શાહરૂખ ૧૮ વર્ષનો અને ગૌરી માત્ર ૧૪ વર્ષીની હતી. શાહરૂખે ગૌરીને ડાન્સ માટે પૂછ્યું હતું પરંતુ ગૌરીએ ના પાડતા કહ્યું હતું કે તે તેના બોયફ્રેન્ડની રાહ જોઈ રહી છે. શાહરૂખને ખરાબ લાગ્યું પરંતુ વાસ્તવિકતામાં ગૌરીનો કોઈ બોયફ્રેન્ડ ન હતો. તેઓ પાર્ટીમાં તેમના ભાઈ સાથે ગઈ હતી. એટલે જ શાહરૂખને ના પાડવા માટે બહાનું મળ્યું હતું.

પછી શાહરૂખે ગમેતેમ કરીને ગૌરીના ઘરનો નંબર શોધાવ્યો અને વાતોની સાથે મુલાકાતનો સિલસિલો શરૂ કર્યો. એક દીવસ ગૌરી, શાહરૂખને જણાવ્યા વગર મિત્રો સાથે આઉટ ઓફ સ્ટેશન ગઈ હતી. ત્યારે શાહરુખને અહેસાસ થયો કે તેઓ ગૌરી વગર નહિ રહી શકે. શાહરૂખે આ વાત તેમની માતાને જણાવી. શાહરુખની માતાએ તેમને ૧૦ હજાર રૂપિયા આપ્યા અને શાહરુખને જણાવ્યું કે ગૌરીને શોધી લાવ.શાહરૂખ તેમના કેટલાક મિત્રો સાથે ગૌરીને શહેરમાં શોધવા માટે નીકળ્યા અને ગૌરી તેમને મળી ગઈ.

શાહરૂખ ગૌરીના પેરેન્ટ્સને ઈમ્પ્રેસ કરવામાં કામયાબ થયા હતા અને ૨૫ ઓક્ટોબર ૧૯૯૧માં બંનેના લગ્ન થયા હતા. લગ્ન પછી ગૌરી મુંબઈથી દિલ્લીની મુસાફરી કરતી હતી શાહરૂખ કામમાં વ્યસ્ત રહેતા હતા અને ગૌરી ત્યાં હેરાન થતી હતી. આ વાત શાહરૂખે તેના એક ઈન્ટરવ્યું દરમિયાન જણાવી હતી.

શાહરુખ અને ગૌરીના બે સંતાન છે આર્યન અને સુહાના. બંને સંતાન સોશિયલ મીડિયા પર વધારે એક્ટીવ રહે છે. સુત્રોનું માનીએ તો ડોન ફિલ્મ બાદ શાહરૂખ અને પ્રિયંકા ચોપરા વચ્ચે અફેયરની ચર્ચા થઇ હતી પરંતુ ગૌરીએ આ વાતોને ઇગ્નોર કરી સમય રહેતા તેમના પતિને સંભાળ્યા અને ઘર તુટતા બચાવી લીધું હતું.

પ્રિયંકા સાથે અફેયરની ખબરો પર શાહરૂખે કોઈ પણ નિવેદન ન હતું આપ્યું. આ હેપ્પી ફેમેલીમાં અબરામના આવ્યા પછી પ્રેમ અત્યારે પણ વધી ગયો છે.શાહરૂખ અને ગૌરીની જોડી આજ પણ પરફેક્ટ માનવામાં આવે છ. શાહરૂખ જ્યાં ફિલ્મ સ્ટારના રૂપમાં સ્થાપિત છે, ત્યાં ગૌરી ઇન્ટીરીયર ડીઝાઈનર તરીકે ફેમસ છે.

Related posts

રાજ્ય મહેસુલ કર્મચારી મહામંળ દ્વારા તેમની પડતર માંગણીઓને લઈ સરકાર સામે ચઢાવી બાંયો

Path Shah

લોકસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરનારી કોંગ્રેસે હવે પેટાચૂંટણીની તૈયારી શરૂ કરી

Path Shah

જેનું કામ ખાવાનું પહોંચાડવાનું હતુ, તેનુ ગીત થયુ વાયરલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!