GSTV

જ્યારે અટલજીને દુખી જોઇ દિલિપ કુમારે કાઢી નવાઝ શરીફની ધૂળ

ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને અભિનેતા દિલીપકુમારના સંબંધ ખૂબ સારા રહ્યા છે. આ જ કારણ છે કે દિલીપ કુમારે અટલ બિહારી વાજપેયી માટે તત્કાલિન પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને ખરીખોટી સંભળાવી હતી.

હકીકતમાં આ કિસ્સો તે સમયનો છે જ્યારે અટલ બિહારી વાજપેયીની 1999ની લાહોર યાત્રામાં ઘોષણા પત્ર સાથે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે હવે બંને દેશોના સંબંધો સારા થઇ શકે છે. વાજપેયીની યાત્રા દરમિયાન પાકિસ્તાનના અનેટ કટ્ટરપંથી સંગઠનોએ વિરોધ પણ કર્યો હતો. પરંતુ આ મિત્રતા બંને દેશો વચ્ચે ટકી ન શકી. પાકિસ્તાનના નવનિયુક્ત સેના પ્રમુખ જનરલ પરવેઝ મુશર્રફની શરણ પર કારગિલમાં ઘુસણખોરી શરૂ થઇ ગઇ અને સ્થિતી ફરીથી તણાવપૂર્ણ બની હતી.

આ કારણે અટલજી પરવેઝ મુશર્રફ અને પીએમ નવાઝ શરિફથી ખૂબ જ નારાજ હતા, અને એક દિવસ તેમણે પોતાના મિત્ર દિલીપ કુમાર સમક્ષ આ અંગેનો ઉલ્લેખ કર્યો હતો. તે પછી દિલીપ કુમારે પોતે વડા પ્રધાન નવાઝ શરીફ સાથે વાત કરી હતી.

બન્યું એવું કે અટલજીએ શરીફને ફરિયાદ સાથે ફોન કર્યો અને તે પછી તેમની પાસે બેઠેલા દિલિપ કુમાર સાથે પણ વાત કરાવી. દિલિપનો અવાજ સાંભળીને શરીફ પણ ડરી ગયાં પરંતુ દિલિપે બોલવાનું ચાલુ રાખ્યું. તેમણે કહ્યું કે, મિંયા સાહેબ, તમે હંમેશા અમનના મોટા સમર્થક હોવાનો દાવો કર્યો છે તેથી અમે તમારી પાસેથી જંગની આશા નથી રાખતાં. તણાવની સ્થિતીમાં ભારતીય મુસ્લિમો ખૂબ જ અસુરક્ષિત બની જાય છે. તેથી સ્થિતીને કાબૂ કરવાની મહેરબાની કરો.

પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ મંત્રી ખુર્શીદે કસુરીએ પોતાના પુસ્તકમાં ‘નીધર અ હૉક નોર અ ડવ’ માં દિલીપ કુમારના આ કિસ્સાનો ઉલ્લેખ કર્યો છે.

Related posts

મહેશ માંજરેકરની વિરુદ્ધ FIR દાખલ, કારની ટક્કર બાદ મારપીટનો આરોપ

Mansi Patel

રિશી કપૂર અને ઇરફાન ખાન સહિત આ ભારતીય કલાકારોને શ્રદ્ધાંજલિ આપશે IIFA

Bansari

20 હજાર રૂપિયા પગાર છે તો પણ તમે ખરીદી શકો છો કાર, નહીં પડે પોકેટ પર EMIનો ભાર

Sejal Vibhani
Do NOT follow this link or you will be banned from the site!