GSTV
News Trending World

બ્રિટનના નવા વડાપ્રધાન ક્યારે ચૂંટાશે? મતદાનના આટલા રાઉન્ડ બાદ નામ ફાઈનલ થાય છે, આ રહી પ્રક્રિયા

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને પદ પરથી ગત 7 જુલાઇએ રાજીનામુ આપ્યું હતું. ત્યાર પછી નવા વડાપ્રધાન બનવાની રેસમાં ભારતીય મૂળના ઋષિ સુનકનું નામ જાહેર થતા ભારતીયોનો પણ રસ પડતો હતો. જો કે છેલ્લા કેટલાક સમયથી લિઝ ટ્રેસ નામની મહિલાનું નામ આગળ રહયું છે. બોરિસ જોનસન હાલમાં રખેવાળ પીએમ તરીકે જવાબદારી સંભાળે છે પરંતુ નવા પીએમની પસંદગીમાં કેમ વાર લાગી રહી છે? નવા વડાપ્રધાન કોણ બનશે તે જાણવું જરુરી છે. એક માહિતી મુજબ હજુ પણ ઓગસ્ટ મહિનો પુરો થયા પછી સપ્ટેમ્બર મહિનાની શરુઆતમાં બોરિસ જોનસનના ઉત્તરાધિકારી મળે તેવી શકયતા છે. 

આના માટે બ્રિટનમાં કન્ઝવેંટિવ પાર્ટીમાં લાંબી પ્રોસેસે ચાલી રહી છે. પહેલા તો વડાપ્રધાનની રેસમાં ઉભા રહેવા માટે કમ સે કમ 20 જેટલા સાંસદોનું સમર્થન હોવું જરુરી છે. નામાંકન ભરવામાં આવે એ પછી વોટિંગ થાય છે જેમાં 30 થી ઓછી મત મેળવનાર દાવેદાર રેસમાંથી બહાર નિકળી જાય છે. ત્યાર પછી પ્રથમ મતદાનમાં જીતનારા ઉમેદવારનું બીજી વાર મતદાન થાય છે જેમાં જેમાં સૌથી ઓછા મત મત મળે તે પણ આ રેસમાંથી બહાર નિકળી જાય છે.

આ પ્રક્રિયામાં અનેક વાર મતદાન થાય છે જેના આધારે પીએમ પદના દાવેદાર ઉમેદવારોની સંખ્યા ઘટતી જાય છે. પાર્ટીમાં જયાં સુધી માત્ર બે ઉમેદવારો બાકી ના રહે ત્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલું રહે છે. પાર્ટીના સભ્યો પોસ્ટલ વોટ આપે છે અને નેતાની પસંદગી કરે છે. વિજયી ઉમેદવાર પાર્ટી નેતા અને વડાપ્રધાન બને છે. એટલે કે  જે પાર્ટીના નેતા તરીકે ચુંટાઇ આવે એ જ પીએમની ખુરશી પણ સંભાળે છે.

બોરિસ

બ્રિટનમાં પીએમ પદની રેસમાં પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી સાજીદ જાવીદ અને વિદેશ મંત્રી રહેમાન ચિશ્તી અને વાહન વ્યહવારમંત્રી ગ્રાંટ શાપ્સ બહાર નિકળી ગયા છે. હવે માત્ર બે ઉમેદવાર ઋષિ સુનક અને મહિલા લિઝ ટ્રેસ ઉમેદવાર રહયા છે. બંને વચ્ચે એક સમયે કાંટાની ટકકર જોવા મળતી હતી. શરુઆતમાં તો ઋષિ સુનક ખૂબ આગળ હતા પરંતુ હાલમાં મહિલા લિઝ ટ્રેસ ઋષિ સુનક કરતા આગળ છે. મોટા ભાગના સર્વેક્ષણોમાં પણ લિઝની તરફેણ કરે છે પરંતુ અટપટ્ટી આ પ્રક્રિયામાં ઋષિ સુનકને પણ પીએમ બનવાની તક તો છે જ . 5 સપ્ટેમ્બર સુધીમાં લીઝ ટ્રેસ કે સુનક બે માંથી એક પીએમ જાહેર થઇ ચુકયા હશે. 

READ ALSO

Related posts

BIG BREAKING: નેપાળના બારા જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માત, 16ના કરૂણ મોત 24 લોકો ઘાયલ

pratikshah

સુએલા બ્રેવરમેને જ ભારત સાથે બ્રિટનના મુક્ત વેપાર કરારનો કર્યો વિરોધ, કહ્યું-દેશમાં ભારતીય ઈમિગ્રન્ટ્સ વધશે

Hemal Vegda

ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયે WHOની કામીગીરી સામે ઉઠાવ્યા પ્રશ્નો, દવામાં ખામી હતી તો વપરાશની મંજૂરી કેમ અપાઈ

Hemal Vegda
GSTV