બિરબલ જ્યારે યુદ્ધમાં મૃત્યું પામ્યો હતો ત્યારે તેનો મૃતદેહ મળ્યો જ ન હતો, અકબરે પછી…..

બિરબલ મોગલ કાળનો મહાન કવિ, રાજકારણી અને હોશિયાર મનુષ્ય હતો. તે હંમેશા રાજા સમ્રાટ અકબર સાથે રહેતો હતો. બિરબલ અકબરના દરબારનો મંત્રી હોવાની સાથે સારો મિત્ર પણ હતો. 1586માં યુસુફઝાઈ સમુદાયે અકબરની સલ્તનતમાં અકબર સામે બળવો કર્યો હતો. આ બળવો શાંત કરવા માટે અકબરે પોતાના પિતરાઈ જૈન કોકા ખાનની આગેવાની હેઠળ એક ટીમ મોકલી. પરંતુ આ ટીમ હારી ગઈ અને પાછી ફરી.

તે પછી અકબરે બિરબલની આગેવાની હેઠળની બીજી સૈન્ય ટીમને મોકલી. જ્યારે બિરબલ યુદ્ધ ઝોનમાં પહોંચ્યા ત્યારે અન્ય મુસ્લિમ રાજાઓએ હિન્દુ રાજા સાથે લડવાનો ઇનકાર કર્યો હતો. પણ બીરબલ તોય લડ્યા. આ યુદ્ધમાં, આઠ હજાર સૈનિક બિરબલ સાથે લડતા હતા. દુશ્મને બિરબલની સેના પર આગનાં ગોળા અને મોટા પથ્થરો મારવા લાગ્યાં. જેણે બિરબલ અને બિરબલના દળોને મારી નાખ્યા. જ્યારે બિરબલના શરીરની શોધ કરવામાં આવી ત્યારે બિરબલનું મૃતદેહ મળ્યું જ નહીં. ત્યારબાદ અકબરએ આઠે આઠ હજાર મૃતદેહોને અંતિમવિધિ આપી અને સળવાગી દીધા કે જેથી બિરબલના પણ અગ્નિસંસ્કાર થઈ શકે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter