B’day Special: ભુવનેશ્વરના કરિયરનો એ સર્વશ્રેષ્ઠ બોલ, જેની સામે સચિન તેંડલકરે પણ નમતું જોખવું પડ્યું

ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર આજે પોતાનો 29મો જન્મ દિવસ સેલિબ્રેટ કરી રહ્યાં છે. ટીમ ઇન્ડિયાના આ સ્વિંગ બોલરે ક્રિકેટની દુનિયામાં યુપીના એક નાનકડા શહેર મેરઠને એક નવી ઓળખ અપાવી છે.

ભુવનેશ્વર ભારતના ગણતરીના ખેલાડીઓમાંથી એક છે જેનો જન્મ ત્યારે થયો જ્યારે સચિન તેંડુલકર ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાનું શરૂ કરી ચુક્યાં હતા. તેને ફક્ત યોગાનુયોગ જ કહી શકાય કે ભુવીને પહેલીવાર રાષ્ટ્રીય મીડિયામાં ખબરોમાં આવવાની તક સચિનના કારણે મળી.

17 વર્ષની ઉંમરે ફર્સ્ટ ક્લાસ કરિયરની શરૂઆત કરનાર ભુવી પહેલીવાર ચર્ચામાં ત્યારે આવ્યો હતો જ્યારે સચિન તેંડુલકરને ધરેલૂ ક્રિકેટમાં ખાતુ ખોલ્યા વિના જ પેવેલિયન મોકલવાની કમાલ કરી દેખાડી હતી.

જાન્યુઆરી 2009માં હૈદરાબાદમાં રમાયેલી રણજી ટ્રોફી ફાઇનલમાં જ્યારે ઉત્તર પ્રદેશના ભુવનેશ્વરનો સામનો ક્રિકેટ ઇતિહાસના મહાન બેટ્સમેનમાંથી એક સચિન તેંડુલકર સાથે થયો તો નજારો અવિશ્વસનીય હતો.

ઘરેલૂ ક્રિકેટમાં કોઇ પણ બોલરમાં એવી તાકાત જોવા મળે કે તે તેંડુલકરને સતત 12 બોલ સુધી પરેશાન કરે અને એક સિંગલ રન પણ લેવાની તક ન આપે. ભુવીએ તેરમા બોલ પર તેંડુલકરને આઉટ કરીને ભારતીય ધરતી પર ફર્સ્ટ ક્લાસ મેચમાં પહેલીવાર શૂન્યથી તેમની મુલાકાત કરાવી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter