GSTV
Home » News » જ્યારે Avenger ના આયર્ન મેને કરી અક્ષય કુમારની કોપી, Viral થઈ ગઈ તસ્વીર

જ્યારે Avenger ના આયર્ન મેને કરી અક્ષય કુમારની કોપી, Viral થઈ ગઈ તસ્વીર

iron man akshay kumar

એક તરફ જ્યા માર્વેલની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ એવેન્જર્સ એન્ડગેમ બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી રહી છે ત્યાં જ બોલીવુડ એક્ટર અક્ષય કુમારે ફિલ્મના હિરો આયર્ન મેન સાથે પોતાનું કંઈક અલગ જ કનેક્શન કાઢ્યું છે. અક્ષય કુમારે પોતાના વેરિફાઈડ ઈન્ટાગ્રામ એકાઉન્ટથી એક તસ્વીર શેર કરી છે જેમાં તેણે જણાવ્યું કે માર્વેલ મૂવીમાં આયર્ન મેનની ભૂમિકા નિભાવી રહેલા હોલીવુડ એક્ટર રોબોર્ટ ડાઉનીએ પણ તેના જેવી ટાઈ પહેરી છે.

હકીકતે રોબોર્ટ ડાઉનીએ પોતાના વેરિફાઈડ ઈન્ટાગ્રામ એકાઉન્ટથી એક તસ્વીર શેર કરી હતી જેમાં તે શૂટ અને ટાઈ પહેરેલો જોવા મળે છે. અક્ષય કુમારે જ્યારે આ તસ્વીર જોઈ તો તેનું ધ્યાન એ વાત પર ગયું કે તેની પાસે પણ એવી જ એક ટોઈ છે. ત્યાર બાદ અક્ષય કુમારે પોતાની ટાઈ પહેરેલી તસ્વીર અને રોબોર્ટની તસ્વીરને ક્લબ કરી અને તેને શેર કરી દીધી.

Akshay Kumar's

અક્ષય કુમારે આ તસ્વીરના કેપ્શનમાં લખ્યું, ‘જ્યારે આયર્ન મેન પણ તમારા જેવી ટાઈ પહેરે. કોણે વધુ સારી પહેરી છે?’ અક્ષય કુમારની આ પોસ્ટ પર યુઝર્સે પોતાની કમેન્ટ્સ આપી છે. એક યૂઝરે કમેન્ટ બોક્સમાં લખ્યું, ‘પેડમેન અને આયર્ન મેન સાથે.’ 12 કલાકમાં 10 લાખથી વધુ લોકોએ અક્ષય કુમારની પોસ્ટને લાઈક કરી અને શેર કરી છે.

Read Also

Related posts

અમદાવાદ : ડૉક્યુમેન્ટ જલ્દી મેળવવા RTO બહાર સવારથી જ લોકોની લાંબી કતારો

Mayur

મુંબઈમાં આજે ભારે વરસાદની આગાહી, જાહેર કર્યુ ‘રેડ એલર્ટ’… શાળા-કોલેજો બંધ

Arohi

પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે ફરી આવ્યો જબરદસ્ત ઉછાળો, જાણી લો હવે કેટલી કિંમત ચુકવવી પડશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!