GSTV

video : સોનિયા ગાંધી પર ભડક્યા હતા વાજપેયી, ઠપકો અાપતાં શીખવી હતી સભ્યતા

Last Updated on August 16, 2018 by Karan

1988માં રાજીવ ગાંધીને કારણે ભલે અટલ બિહારી વાજપેયીનો જીવ બચી ગયો હતો પણ લોકસભામાં તેમણે સોનિયા ગાંધીને પણ છોડ્યા ન હતા. સોનિયા ગાંધી પર ભડકી જઈને તેમણે ઠપકો અાપતાં સભ્યતા શીખવી હતી. અટલ બિહારી વાજપેયીની હાલત હાલમાં નાજુક છે. જેઅોને વેન્ટિલેટર પર રખાયા છે. વાજપેયી 11મી જૂનથી અેઇમ્સમાં દાખલ છે. હાલમાં તેમની તબિયત અત્યંત નાજુક છે.  ન્યૂમોનિયાને કારણે તેમનાં ફેફસાં કામ કરી રહ્યા ન હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યાં છે. પ્રધાનમંત્રી મોદી બુધવારે સાંજે વાજપેની ખબર અંતર પૂછવા માટે અેઇમ્સમાં ગયા હતા. દેશભરમાં તેમની તબિયતને લઇને પૂજાપાઠ અને ભજન કિર્તન કરાવાઇ રહ્યાં છે. સોશિયલ મીડિયા પર પણ લોકો જૂના વીડિયો અને તસવીરો શેર કરી રહ્યાં છે. શાનદાર ભાષણ શૈલી અને શબ્દોના ઉપયોગને પગલે વિરોધીઅો પણ તેમના ભાષણને ધ્યાનથી સાંભળતા હતા. પ્રધાનમંત્રી બન્યા ત્યારે પણ ઘણા મામલામાં તેઅોઅે પોતાની વાકપટુતાને પગલે વિપક્ષને પોતાના પક્ષમાં કર્યું હતું.

વર્ષ 2003માં લોકસભામાં વાજપેયીના અેવા ભાષણ તરફ અાપને લઇ જઈ રહ્યાં છે. જેમાં વિપક્ષના નેતા સોનિયા ગાંધી પર વાજપેયી નારાજ થઈ ગયા હતા. સોનિયા ગાંધીઅે સરકાર પર હુમલો કરવા માટે જે શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તે શબ્દો વાજપેયીને ગમ્યા ન હતા.

સોનિયા ગાંધી પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા સમયે વાજપેયીઅે કહ્યું હતું કે, અાપને અેક જ વાક્યમાં સરકારને અક્ષમ, અસંવેદનશીલ, બિન જવાબદાર અને ભ્રષ્ટાચારી કહી દીધી છે. રાજનીતિકક્ષેત્રમાં તમારી સાથે જેઅો કામગીરી કરી રહ્યાં છે તેમને પૂછો તો અા બાબતે મતમતાંતર હશે. તમારું અા અમારા તરફે જે મૂલ્યાંકન છે તે જોઈને લાગે છે કે શબ્દકોશમાંથી શબ્દોને શોધીને ઉપયોગ કરાયો છે.

વાજપેયીઅે સોનિયાગાંધીને ઠપકો અાપતાં જણાવ્યું હતું કે, ભારતમાં અા શબ્દોનો રાજનીતિમાં વિરોધીઅો સામે હુમલો કરવા માટે તમે જે ઉપયોગ કર્યો છે. તેમાં સભ્યતા રહી નથી. વાજપેયી પણ વિરોધીઅો પર હુમલો કરતાં હતા. તેમાં શબ્દોની મર્યાદા તેઅો ક્યારેય પણ ચૂકતા ન હતા. તેઅો સામેવાળા પણ શબ્દોની મર્યાદા ન ચૂકે તેવી અપેક્ષા રાખે છે.

Related posts

ફેશનની શોખિન: શોર્ટ્સ પહેરીને પરીક્ષા આપવા આવેલી છોકરીને હોલમાં પ્રવેશ ન આપ્યો, પપ્પાને તાત્કાલિક બજારમાં પેન્ટ ખરીદવા જવું પડ્યું

Pravin Makwana

ખેડૂતો માટે ખુશખબર: કચ્છના 155 ખેડૂતો સરકારની મદદથી કરશે કમલમ ફ્રૂટની ખેતી, બજારમાં માગ ખૂબ વધી

Pravin Makwana

વિચિત્ર/ ઓનલાઈન ક્લાસમાં એવી હરકત કરી બેઠી છોકરી, લોકો તસ્વીર જોઈ ચોકી ગયા

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!