GSTV
Home » News » IPL 2019: ધોનીની CSK અને કોહલીની RCB વચ્ચે આજે ઘમાસાણ, જાણો ક્યારે અને ક્યાં જોશો મેચ

IPL 2019: ધોનીની CSK અને કોહલીની RCB વચ્ચે આજે ઘમાસાણ, જાણો ક્યારે અને ક્યાં જોશો મેચ

IPL શરૂ થતાની સાથે જ ફેન્સમાં તેનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો પણ આઈપીએલની ખૂબ જ બેસબ્રીથી રાહ જોઈ રહ્યા હતા. ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝન એટલે કે IPL 2019ની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે. જો કે હાલમાં પહેલા ભાગનું જ શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. આ વખતેની આઈપીએલ 23 માર્ચથી શરૂ થશે.

બે અઠવાડિયાના પહેલા શેડ્યુલમાં ટોટલ 17 મેચો રમવામાં આવશે. શેડ્યુલનો બીજો હિસ્સો થોડા દિવસ બાદ જાહેર કરવામાં આવશે. 2019ની આઈપીએલમાં 8 ટીમો ભાગ લઈ રહી છે. થોડા દિવસો બાદ વર્લ્ડકપનું પણ આયોજન થવાનું છે. બીજા મેચો કરતા આઈપીએલમાં ફેન્સનો ઉત્સાહ અલગ જ જોવા મળે છે. ત્યારે આઈપીએલના ફેન્સ પણ જાણવા માગશે કે કઈ ચેનલ પર આઈપીએલનું બ્રોડકાસ્ટિંગ થવાનું છે.

IPL 2019

IPL 2019 ના બ્રોડકાસ્ટિંગ અધિકાર સ્ટાર સ્પોર્ટસે 16, 347.50 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. આ કરાર પાંચ વર્ષ સુધીનો છે. જેની અવધિ 2018થી 2022 સુધી રહેશે. એટલે કે આ વખતેની આઈપીએલ સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર દેખાડવામાં આવશે. આઈપીએલ 2019ની લાઈવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર એપ પર જોઈ શકાશે. (www.hotstar.com) આ પ્રસારણ સાત ભાષાઓમાં થશે. જેમાં હિન્દી, ઈંગ્લીશ, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, બંગાળી ભાષામાં કરવામાં આવશે.

અમેરિકા અને કેનેડામાં આઈપીએલનું સીધું પ્રસારણ લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. જે માટેના બ્રોડકાસ્ટિંગ રાઈટ્સ વિલો નેટવર્ક (Willow Network) મેળવ્યા છે. સાઉથ આફ્રિકામાં સુપર સ્પોર્ટ નેટવર્ક સીધું પ્રસારણ કરશે. બ્રિટનમાં સ્કાય સ્પોર્ટ્સ નેટવર્ક પ્રસારણ કરશે.

Read Also

Related posts

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભો લોકોને મળી રહે માટે નાયબ મુખ્યમંત્રીએ આરોગ્ય કર્મીઓને આહવાન કર્યુ

Mansi Patel

માંડવી નગરપાલિકામાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર

Nilesh Jethva

અમદાવાદમાં વધુ એક જર્જરિત મકાન ધરાશાયી, બાજુના અન્ય બે ઘરોને પણ નુકશાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!