GSTV

જાણો ‘બાહુબલી’ ચંદ્રયાન-2 ચંદ્રની સપાટી પર ક્યારે ઉતરશે અને શું કામ કરશે

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO) ચંદ્રયાન-2ને આજે (22 જુલાઇ)ના રોજ બપોરે 2.43 વાગ્યે લૉન્ચ થશે. તમને જણાવી દઇએ કે પહેલાં 15 જુલાઇના રોજ રાતે 2.51 વાગ્યે ચંદ્રયાન-2ને લૉન્ચ કરવાનું હતું પરંતુ ટેકનિકલ ખામીના કારણે રૉકેટને લૉન્ચ થવાના 56.24 મિનિટ પહેલાં રોકી દેવામાં આવ્યું હતુ. ચાલો જાણીએ ચંદ્રયાનન-2 સાથે જોડાયેલી જરૂરી બાબતો અને ક્યાં સુધીમાં ચંદ્રની સપાટી પર પહોંચશે ચંદ્રયાન-2.

ચંદ્રયાન-2 ભારત માટે બીજું સૌથી મહત્વાકાંક્ષી ચંદ્ર મિશન છે. તેને શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેંટર પરથી ભારે-ભરખમ રોકેટ જિયોસિન્ક્રોનસ સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ માર્ક 3 (GSLV Mk-III)થી લૉન્ચ કરવામાં આવશે.

640 ટનનું જિયોસિન્ક્રોનસ સેટેલાઇટ લૉન્ચ વ્હીકલ-માર્ક 3 (GSLV Mk-III) રૉકેટ 44 મીટર લાંબુ છે. આ રોકેટમાં 3.8 ટનનું ચંદ્રયાન છે. રૉકેટને ‘બાહુબલી’ ઉપનામ આપવામાં આવ્યું છે. તેમાં 3.8 ટનનું ચંદ્રયાન રાખવામાં આવ્યું છે.

ચંદ્રયાન-2નું બજેટ 978 કરોડ રૂપિયા છે અને તેનો ઉદ્દેશ ભારતને ચંદ્રમાની સપાટી ઉતરવા અને તેના પર ચાલતાં દેશોમાં સામેલ થવા જઇ રહ્યો છે.

ચંદ્રયાન 2 જો 15 જુલાઇના રોજ લૉન્ચ થયું હોત તો ચંદ્ર પર ઉતરવાની સંભવિત તારીખ 6 સપ્ટેમ્બર જણાવવામાં આવી રહી હતી. અગાઉ આ મિશન 54 દિવસમાં પુરુ થવાનું હતુ. સાથે જ ટેક્નિકલ ખામીના કારણે મિશનને 7 દિવસ બાદ લૉન્ચ કરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઇએ કે ચંદ્રયાન 2 લૉન્ચિંગમાં થયેલા સમય પરિવર્તનના કારણે ચંદ્ર પર પહોંચવાની તારીખમાં કોઇ બદલાવ કરવામાં નથી આવ્યો.

હવે ચંદ્ર પર જવા માટે લૉન્ચિંગ બાદ ચંદ્રયાન-2ને ચંદ્ર પર પહોંચવામાં 48 દિવસ લાગશે. એટલે કે ચંદ્રયાન-2 ચંદ્ર પર 6 સપ્ટેમ્બરને જ ચંદ્ર પર પહોંચી જશે. જણાવી દઇએ કે 6 સપ્ટેમ્બરના રોજ ચંદ્ર પર પહોંચવા માટે ચંદ્રયાન-2ને પૃથ્વીની ચારેબાજુ લાગતાં ચક્કરમાં ઘટાડો કરવામાં આવશે. સંભવત: હવે ચંદ્રયાન-2 પૃથ્વીની ચારેબાજુ 5ના બદલે 4 ચક્કપ જ લગાવશે.

તમને જણાવી દઇએ કે પૃથ્વી અને ચંદ્ર વચ્ચે આશરે 3.844 કિલોમીટરનું અંતર છે. ઉડાનની ગણતરીની મિનિટો બાદ 375 કરોડ રૂપિયાનું જીએસએલવી માર્ક-3 રૉકેટ 603 કરોડ રૂપિયાના ચંદ્રયાન-2ને પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કરશે. અહીંથી શરૂ થશે ચંદ્રની યાત્રા.

આ મિશનના 3 મોડ્યુલ્સ છે-લેંડર, ‘વિક્રમ’ અને રોવર પ્રજ્ઞાન છે. ચંદ્રની યાત્રા શરૂ થવા પર ચંદ્રયાન-2માં લોંડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન ચંદ્ર સુધી જશે. લેંડર વિક્રમ સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં ચંદ્ર પર પહોંચશે અને તે બાદ ત્યાં પ્રજ્ઞાન કામ શરૂ કરશે.

અત્યાર સુધી ઇસરોએ 3 જીએસએલવી-એમકે 3 રોકેટ મોકલ્યાં છે. પ્રથમ રોકેટ 18 ડિસેમ્બર 2014ના રોજ, બીજુ 5 ફેબ્રુઆરી 2017ના રોજ અને ત્રીજુ 14 નવેમ્બર 2018ના રોજ મોકલવામાં આવ્યું છે.

Read Also

Related posts

સરકારને ભરોસે ના રહેશો : ગુજરાતમાં ઝડપથી ફેલાઈ રહયો છે કોરોના, મોતના આંકમાં રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે

Karan

કટ્ટરપંથીઓ સામે ઝૂક્યું પાકિસ્તાન, કોરોનાનો હાહાકાર છતાં નહીં થાય દેશ લોકડાઉન

Karan

દેશમાં CORONAનું એપી સેન્ટર બનવા જઈ રહ્યું છે રાજસ્થાનનું આ શહેર, 45માંથી 19 પોઝિટીવ કેસ ફક્ત શહેરના

Karan
Do NOT follow this link or you will be banned from the site!