ઝાડનાં થડમાં સાપ અને અૉમની આકૃતિ ઉભરી આવી તો આખું ગામ….

અંધવિશ્વાસ પર વિશ્વાસ કરનારા લોકો ક્યારે કઈ વસ્તુને ધાર્મિક માન્યતા આપી દે અને પૂજા કરવા લાગે છે તેનું કંઈ નક્કી જ નથી. આવું જ લખનઉનાં ગુડમામનાં એક ગામમાં જોવા મળ્યું. અહીં એક વૃક્ષમાં સાપ અને ઓમની આકૃતિ ઉભરી આવી તો લોકો તેમની પૂજા-અર્ચના કરવા લાગ્યાં.

ફક્ત એટલું જ નહીં ત્રણ દિવસથી આ ગામમાં મેળા જેવું વાતાવરણ છે. કુર્સી રોડ પર આવેલા બેલાહાનાં કપાસી ગામ નિવાસી રામખેલાવન, જગદેવ, વિકાસ સહિત ઘણા લોકોએ જણાવ્યું છે કે ગામમાં એક કનકોર નામનું ખૂબ જુનું વૃક્ષ છે. વૃક્ષ પર નાગ નાગિન અને ઓમની આકૃતિ થોડા દિવસ પહેલા ઉભરી આવી હતી. જેને જોઈને કેટલાક લોકોએ આ ઘટનાને હિંદુ સાથે જોડી. અત્યારે આ ચર્ચા સમગ્ર વિસ્તારમાં ફેલાયેલી છે.

જોકે પર્યાવરણ વિભાગના નિષ્ણાતોએ કહ્યું છે કે તે અંધવિશ્વાસ છે. તેમણે કહ્યું કે વારંવાર વૃક્ષોમાં આવા આકારો બહાર આવતા હોય છે. આ એક નેચરલ પ્રોસેસ છે. તેને નાગ-નાગિનથી જોડવું જોઈએ નહિ. અને પૂજા-અર્ચના કરવાનો તો કોઈ સવાલ જ નથી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter