બાંગ્લાદેશના ક્રિકેટર નાસિર હુસૈન એક અલગ ભૂમિકામાં જોવા મળ્યો હતો. ઑસ્ટ્રેલિયાની વિરુદ્ઘ બીજી ટેસ્ટના ત્રીજા દિવસે એમ્પાયર નિગલ લૉન્ગે જ્યારે આઉટ આપવાનો નિર્ણય કર્યો ત્યારે હુસૈન તેમની નકલ કરતાં નજર આવ્યો હતો.
બાંગ્લાદેશના મેહદી હસનની બૉલિંગ પર LBWની અપીલને એમ્પાયરે નકારી દીધી. બાંગ્લાદેશની ટીમે આ પર રિવ્યૂ લેવાનો નિર્ણય કર્યો, બાંગ્લાદેશનો આ રિવ્યુ સાચો સાબિત થયો. પેટ કમિન્સ આઉટ થઇ ગયો, એમ્પાયરે જ્યારે તેમનો નિર્ણય બદલવા માટે આંગળી ઊંચી કરી, ત્યારે હુસૈન એમ્પાયરની સાથે ઉભો રહી ગયો, તેણે એમ્પાયરની એક્શનની નકલ કરી. હુસૈનને તેની આ એક્શન કારણે ટીકાઓ સામનો કરવો પડી રહ્યો છે, જોકે ICC હજુ સુધી તેના પર કોઇ નિર્ણય લીધો નથી.
આ ટેસ્ટ મેચમાં જોકે કંગારૂની ટીમને જીત મળી છે. તેમણે બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવીની બીજી ટેસ્ટ મેચ જીતી લીધી. બંને ટેસ્ટ મેચની સીરિઝ છેવટે 1-1થી બરાબર રહી.
ઑસ્ટ્રેલિયા ચોથા દિવસે 86 રનનો ટાર્ગેટને 3 વિકેટ ગુમાવીને મેળવી લીધો. ઑસ્ટ્રેલિયાના સ્પિનર નેથન લૉયનને મેચમાં 13 વિકેટ લીધી હતી. બીજી ઇનિંગમાં તેણે 60/6નું પરફૉર્મન્સ આપ્યુ, જેને કારણે બાંગ્લાદેશ ટીમ બીજી ઇનિંગમાં 157 રને ઑલઆઉટ થઇ ગઇ.