GSTV
Business Trending

એફસીઆઇએ ઇ-હરાજીના પ્રથમ બે દિવસમાં ૯.૨ લાખ ટન ઘઉં ખુલ્લા બજારમાં વેચ્યાં

ઘંઉના વધતા જતાં ભાવોને રોકવા માટે સરકારે ખુલ્લા બજારમાં ઘંઉ વેચવાના નિર્ણય લીધો હતો. આ નિર્ણયને કારણે છેલ્લા સાત દિવસમાં ઘંઉના ભાવમાં ૧૦ ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. સરકારી કંપની ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ચાલુ સપ્તાહમાં ઇ-હરાજીના પ્રથમ બે દિવસમાં ક્વિન્ટલ દીઠ રૃ. ૨૪૭૪ના ભાવે ૯.૨ લાખ ટન ઘંઉ ખુલ્લા બજારમાં વેચ્યા હતાં.

તાજેતરના દરોડા અને સ્ટોકના વાસ્તવિક જથ્થા પર ઉઠેલા પ્રશ્નોને પગલે ઘઉંના ભાવમાં વધારો

તાજેતરમાં કેન્દ્રે બફર સ્ટોકમાંથી ૩૦ લાખ ટન ઘંઉ ખુલ્લા બજારમાં ઓપન માર્કેટ સેલ સ્કીમ (ઓએમએસએસ) હેઠળ વેચવાનો નિર્ણય લીધો હતો. જેો પૈકી ૨૫ લાખ ટન જથ્થાબંધ ગ્રાહકો, ફલોર મિલરોને વેચવામાં આવશે. જ્યારે ૩ લાખ ટન નાફેડ જેવી સંસ્થાઓને વેચવામાં આવશે અને બાકીના બે લાખ ટન રાજ્ય સરકારોને આપશે.

ખાદ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે ઇ-હરાજીની અસર ખુલ્લા બજારમાં ઘંઉના ભાવ પર જોવા મળી છે. છેલ્લા એક સપ્તાહમાં ઘંઉના ભાવમાં ૧૦ ટકાથી વધુ ઘટાડો થયો છે. આ ભાવમાં વધુ ઘટાડો એ સમયે થશે જ્યારે નીચા ભાવે વેચવામાં આવેલા ઘંઉનો લોટ બજારમાં ઉપલબ્ધ બની જશે.

ગ્રાહક બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર બીજી ફેબુ્રઆરીએ ભારતમાં ઘંઉનો સરેરાશ ભાવ ૩૩.૪૭ રૃપિયા અને એક કીલો ઘંઉના લોટનો સરેરાશ ભાવ ૩૮.૧૦ રૃપિયા હતો. ગયા વર્ષે આજ તારીખે એક કીલો ઘંઉનો સરેરાશ ભાવ ૨૮.૧૧ રૃપિયા અને એક કીલો ઘંઉના લોટનો સરેરાશ ભાવ ૩૧.ય૧૪ રૃપિયા હતો.

ઇ-હરાજીમાં ૨૩ રાજ્યોના ૧૧૫૦થી વધુ બિડરોએ ભાગ લીધો હતો. ટેકનિકલ ખામીને કારણે આ હરાજી રાજસ્થાનમાં બીજી ફેબુ્રઆરીએ યોજવામાં આવી હતી. એફસીઆઇએ ૧૫ માર્ચ સુધી દર બુધવારે ઇ-હરાજી કરવાની જાહેરાત કરી છે.

ઉલ્લેખનીય છે કે કૃષિ વર્ષ ૨૦૨૧-૨૨ (જુલાઇ-જૂન)માં ઘંઉનું ઉત્પાદન ૧૦.૬૮૪ કરોડ ટન થયું હતું. જે અગાઉના વર્ષમાં ૧૦.૯૫૯ કરોડ ટન ઘંઉનું ઉત્પાદન થયું હતું.હીટ વેવને કારણે કૃષિ વર્ષ ૨૦૨૧-૨૨માં ઘંઉના ઉત્પાદનમાં ઘટાડો થયો હતો.

READ ALSO

Related posts

શું તમે વાંરવાર ધ્રુમપાન કરવા માટે ઓફિસમાં બ્રેક લો છો તો ચેતી જજો, જાપાને સરકારી કર્મચારીને ફટકાર્યો નવ લાખનો દંડ

pratikshah

Bholaa/ શું પઠાણનો રેકોર્ડ તોડી શકશે અજયની “ભોલા”, પહેલા દિવસે આટલી કમાણીની શકયતા સેવાઇ

Siddhi Sheth

Pakistanમાં ભૂખમરાનો કહેર, મફત લોટ મેળવવાની લ્હાયમાં 11 લોકોના ગયા જીવ, 60થી વધુ ઈજાગ્રસ્ત

Kaushal Pancholi
GSTV