GSTV
AGRICULTURE Business Trending

ઘઉંના ખેડૂતોને ખુલ્લા બજારમાં મળી રહ્યા છે ઊંચા ભાવ, સરકારી ખરીદીનો લક્ષ્યાંક નહીં થાય પૂરો

કેન્દ્ર સરકાર દ્વારા વર્તમાન રવિ સીઝનમાં ઘઉંની ખરીદી અડધા કરતા પણ ઓછી રહેવાની આશંકા છે. રિપોર્ટ અનુસાર સરકારે 2022-23 માટે 444 લાખ ટનનો ઘઉં ખરીદનો અંદાજ મુક્યો હતો જેની સામે ખરીદી અડધા કરતા પણ ઓછી 195 લાખ ટન રહેવાનું અનુમાન છે. ચોંકાવનારી વાત એ છે કે, ઘઉંની સરકારી ખરીદી આ 200 લાખ ટન સુધી પહોંચવું મુશ્કેલ જણાઈ રહ્યું છે.

તાજેતરના આંકડા અનુસાર 10 મે સુધી ઘઉંની સરકારી ખરીદી માત્ર 177.57 લાખ ટન સુધી પહોંચી છે. આ સાથે સરકારી ખરીદીમાં વિવિધ રાજ્યોમાં ઘઉંના વેચાણ માટે નોંધણી કરાવેલ ખેડૂતોની સરખામણીએ ઘઉં વેચવા આવેલા ખેડૂતોની સંખ્યામાં અણધાર્યો ઘટાડો નોંધાયો છે.

ચોંકાવનારી વાત એ છે કે, ઉત્તરાખંડમાં સરકારી ખરીદીમાં માત્ર એક ખેડૂતે ઘઉંનું વેચાણ કર્યું છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાં પણ ખેડૂતોની નોંધણી અને વેચાણની સંખ્યામાં મોટો તફાવત છે.

દેશની કુલ સરકારી ઘઉં ખરીદીના અડધાથી વધુ માત્ર પંજાબમાં થઈ છે. આંકડા અનુસાર પંજાબમાં સૌથી વધુ 94.72 લાખ ટન ઘઉંની સરકારી ખરીદી કરવામાં આવી છે. ત્યારબાદ હરિયાણા 40.56 લાખ ટન ઘઉંની ખરીદી સાથે બીજા ક્રમે છે. મધ્યપ્રદેશ 40.17 લાખ ટન ઘઉંની સરકારી ખરીદી સાથે ત્રીજા ક્રમે છે.

ઉત્તર પ્રદેશમાં સરકાર દ્વારા અત્યાર સુધીમાં માત્ર 2.08 લાખ ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે. રાજસ્થાનમાં માત્ર 750.65 ટન ઘઉંની ખરીદી થઈ છે, જ્યારે ઉત્તરાખંડમાં સરકાર દ્વારા માત્ર 3.20 ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે.

વાયબ્રન્ટ રાજ્ય ગુજરાતમાં 5.90 ટનની ખરીદી નોંધાઈ છે. હિમાચલ પ્રદેશમાં 2809.74 ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે અને જમ્મુ અને કાશ્મીરમાં 255.04 ટન ઘઉંની ખરીદી કરવામાં આવી છે. આ નવ રાજ્યોમાં વર્તમાન રવિ સિઝનમાં ઘઉંની સરકારી ખરીદીનો ડેટા સરકાર દ્વારા સેન્ટ્રલ ફૂડ ગ્રેન પ્રોક્યોરમેન્ટ પોર્ટલ પર આપવામાં આવ્યો છે.

ઘઉં ખરીદીમાં ઘટાડાના મુખ્ય બે કારણ :

સરકારી ખરીદીમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો હોવાનું માનવામાં આવે છે. માર્ચ અને એપ્રિલમાં તાપમાનમાં અચાનક વધારો થવાને કારણે ઘઉંના દાણા ખાસ કરીને ઉત્તર-પશ્ચિમ રાજ્યોમાં સંકોચાઈ ગયા છે. દેશના મોટાભાગના ભાગના પ્રદેશોના ખેડૂતોનું કહેવું છે કે તેમના ઉત્પાદનમાં 15 થી 25 ટકાનો ઘટાડો થયો છે. જોકે સરકારે ઘઉંના ઉત્પાદનના અંદાજમાં માત્ર 5.7 ટકાનો ઘટાડો કર્યો છે. અગાઉ ઘઉંનું ઉત્પાદન 11.13 કરોડ ટન થવાનો અંદાજ હતો, જે ઘટાડીને ગત સપ્તાહે જ 10.5 કરોડ ટન કર્યો છે. 2020-21માં દેશભરમાં કુલ 10.96 કરોડ ટન ઘઉંનું ઉત્પાદન થયું હતું.

સરકારી ખરીદીમાં ઘટાડાનું બીજું મોટું કારણ ભારતમાંથી ઘઉંની નિકાસ માંગમાં વધારો હોવાનું માનવામાં આવી રહ્યું છે. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક બજારમાં ઘઉંનો સપ્લાય ઘટ્યો છે. આ કટોકટીની સ્થિતિમાં ભારતીય ઘઉંની માંગ વધી છે, જેને કારણે નિકાસકારોએ ઘઉંની મોટા પાયે ખરીદી કરી છે. મોટાભાગની ખરીદી લઘુત્તમ ટેકાના ભાવ (MSP)થી ઉપરના ભાવે કરવામાં આવી છે. તે જ સમયે ખાનગી ખરીદારો દ્વારા પણ એમએસપી કરતા વધુ કિંમતે સ્થાનિક બજાર માટે ઘઉંની ખરીદી કરવામાં આવી છે.

વર્તમાન રવિ સિઝન માટે ઘઉંનો લઘુત્તમ ટેકાના ભાવ રૂ. 2015 પ્રતિ ક્વિન્ટલ નિર્ધારિત કરવામાં આવ્યો છે, જ્યારે ખેડૂતોને બજારમાં રૂ. 2100 થી રૂ. 2300 પ્રતિ ક્વિન્ટલનો ભાવ મળી રહ્યો છે. યુદ્ધને કારણે ઘઉંના ભાવ પણ ભડકે બળી રહ્યાં છે. તે જ સમયે ઓછી સરકારી ખરીદીને કારણે પ્રથમ વખત નવી સિઝનની ખરીદીની તુલનામાં 1 એપ્રિલ, 2022ના રોજ 1 એપ્રિલ, 2022 ના રોજનો બાકી સ્ટોક, કેન્દ્રીય પૂલમાં વધુ સ્થિતિ બની છે. . આ તારીખે 189.90 લાખ ટન ઘઉં સેન્ટ્રલ પૂલમાં હતો.

MUST READ:

Related posts

કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ

Hardik Hingu

સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Zainul Ansari

બોલિવુડ/ અક્ષય કુમારની આ ફિલ્મ સામે કરણી સેનાનો વિરોધ, નિર્માતાઓ જોડે ફિલ્મના ટાઈટલ બદલવાની કરી માંગ

Binas Saiyed
GSTV