GSTV
Gujarat Government Advertisement

ટેક્નિક / લોકોની આતુરતાનો અંત, WhatsApp બેકઅપમાં આવી રહ્યું છે સૌથી મોટું ફીચર

Whatsapp

Last Updated on May 12, 2021 by Dhruv Brahmbhatt

હાલમાં WhatsApp પોતાની નવી પોલિસીને લઇને સતત વિવાદોમાં રહ્યું છે. એવામાં એક મહત્વના સમાચાર સામે આવી રહ્યાં છે કે, કંપની હવે WhatsApp બેકઅપને પણ એન્ક્રિપ્ટેડ કરવાની તૈયારીમાં છે.

whatsapp

નોંધનીય છે કે, WhatsApp ચેટ્સ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્ટેડ હોય છે, પરંતુ WhatsApp બેકઅપમાં એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન નથી થતું. એવામાં WhatsApp બેકઅપથી ચેટ્સ અને લોકોની તસવીરો આવનારા દિવસોમાં લિક થતી રહી છે.

ઘણાં સમયથી નિષ્ણાંતો કહેતા આવ્યાં છે કે, WhatsApp ને બેકઅપમાં પણ એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શનનો સપોર્ટ આપવો જોઇએ. WABetainfo એ એક સ્ક્રીનશોટ શેર કર્યા છે. આ સ્ક્રીનશોટના અનુસાર, વોટ્સએપનું બેકઅપ કોઇ પણ થર્ડ પાર્ટી એક્સેસ નથી કરી શકતી.

whatsApp

જે રીતે WhatsApp ચેટ્સ માટે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન આપવામાં આવે છે, એ જ રીતે બેકઅપ માટે પણ આપવામાં આવશે. આ વિકલ્પને એનેબલ કર્યા બાદ WhatsApp એ પણ તે ચેટ બેકઅપનો એક્સેસ નહીં મળી શકે.

WhatsApp ચેટ્સનું બેકઅપ ગુગલ ડ્રાઇવ પર હોય છે અને ગુગલ ડ્રાઇવથી અનેક વખત લોકોના ચેટ્સ લીક થઇ ગયા છે. શેર કરવામાં આવેલ આ સ્ક્રીનશોટમાં Encrypt your backup નો વિકલ્પ દેખાડવામાં આવી રહેલ છે. આ ચેટ બેકઅપ સેક્શનમાં જ મળશે.

એવું જણાવવામાં આવી રહ્યું છે કે, આ ફીચરની સાથે WhatsApp 2.21.10.2 એન્ડ્રોઇડ વર્ઝન આવી ચૂક્યું છે પરંતુ હાલમાં તેનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઇએ કે, WhatsApp ચેટ બેકઅપમાં એન્ક્રિપ્શન એનેબલ કરવા માટે તમારે પાસવર્ડ પણ સેટ કરવાનો રહેશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

GTUના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત, નાપાસ થતા ડિપ્રેશનમાં સપડાયો હતો

Zainul Ansari

પ્રખ્યાત ડેટિંગ એપ્લિકેશન Bumbleએ બંધ કરી તેની ઓફિસ, વર્કર્સને આપ્યો 1 અઠવાડિયાનો Paid Break; જાણો આનું કારણ

Vishvesh Dave

જોયા જેવી થઈ / નેતાગીરી તારી પાસે રહેવા દે કહી ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિને માર માર્યો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!