GSTV

હવે Whatsapp દ્વારા મોકલી શકાશે પૈસા, મની ટ્રાન્સફર થશે સરળ

Last Updated on February 9, 2018 by Bansari

વોટ્સએપ હવે ફક્ત ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ જ નથી રહ્યું પરંતુ હવે તેના પર આપણે અનેક મહત્વપૂર્ણ કામ કરી શકીએ છીએ. વોટ્સએપને દુનિયાની સૌથી વધારે યુઝ કરવામાં આવતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ ગણવામાં આવે છે. પરંતુ વોટ્સએપ અવારનવારનવા ફિચર્સ લઇને આવે છે જેના કારણે તે વન સ્ટોપ સોલ્યુશન બની રહ્યું છે. તાજેતરમાં જ વોટ્સએપ પર ગ્રુપ વિડિયો કોલિંગ ફિચર લોન્ચ કરવામાં આવ્યું છે.

વોટ્સએપે હવે ભારતીય યુઝર્સ માટે પેમેન્ટ ફિચરનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે. આ ફિચર હાલ વોટ્સએપના બિટા બિલ્ડમાં છે અને તે હાલ તમામ લોકો માટે ઉપલબ્ધ નથી. કંપનીએ અગાઉ UPI માટે એસબીઆઇ, આઇસીઆઇસીઆઇ, એચડીએફસી બેન્ક અને એક્સિસ બેન્ક જેવી ભારતીય બેન્કો સાથે મળીને કામ કરી રહી છે.

બીટા ટેસ્ટર્સ અનુસાર વોટ્સએપમાં UPI પેમેન્ટ સિસ્ટમ કામ કરી રહ્યુ છે અને વોટ્સએરના યુઝર્સ ઇન્ટરફેસમાં અનેક બેન્કોનો સપોર્ટ આપવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિચર આઇઓએસ અને એન્ડ્રોઇડ સ્માર્ટફોન્સ માટે આવશે.

સોશિયલ મીડિયા પર તેનો એક સ્ક્રીન શોટ પણ શેર કરવામાં આવ્યો છે. આ ફિચરમાં વોટ્સએપની સેટિંગ્સમાં એક અકાઉન્ટ, ચેટ્સ અને નોટિફિકેશનની નીચે પેમેન્ટ ઓપ્શન પણ જોવા મળશે જ્યે ટેપ કરવાથી તમે નાણા મોકલી શકો છો. આ ફિચરને વોટ્સએપ પેમેન્ટ ફિચર કહેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વોટ્સએપના આ ફિચરથી સ્વદેશી કંપની પેટીએમને ટક્કર મળશે.

Related posts

ખાસ વાંચો/પુરુષોમાં આ ક્વોલીટી જોઇને આકર્ષાય છે મહિલાઓ, જાણી લો તમારામાં છે ગુણ છે કે નહીં

Bansari

હોટલમાં રોકાઓ છો અંતરંગ લીલાઓથી બચવા ખાસ ધ્યાન આપજો, રૂમમાં સ્પાય કેમેરા શોધવાની કામ આવશે આ ખાસ ટિપ્સ

Harshad Patel

ભારતને ટેન્શન/ ખાસ મિત્ર ગણાતા ચીને પાકિસ્તાન માટે અત્યાધુનિક યુધ્ધ જહાજનું કર્યું નિર્માણ, 8 પરમાણુ સબમરિન આપશે

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!