GSTV
Home » News » Whatsappએ આપ્યો આ યુઝર્સને આંચકો,31 ડિસેમ્બરથી નહી કરી શકે આ એપ યુઝ

Whatsappએ આપ્યો આ યુઝર્સને આંચકો,31 ડિસેમ્બરથી નહી કરી શકે આ એપ યુઝ

વોટ્સએપે 2017ના અંતિમ દિવસોમાં કેટલાંક યુઝર્સને આંચકો આપ્યો છે.વોટ્સએપ 31 ડિસેમ્બરથી  બ્લેકબેરી ઓએસ, બ્લેકબેરી 10,વિન્ડોઝ ફોન 8.0 અને જૂના વર્ઝન પર તાલતા ડિવાઇસ પર કામ નહી કરે.

વોટ્સેએપે પોતાના બ્લોગમાં સ્પષ્ટરૂપે અંતિમ તારીખનો ઉલ્લેખ કર્યો છે. આ પોસ્ટ અનુસાર બ્લેકબેરી ઓએસ, બ્લેકબેરી 10, વિન્ડોઝ 8.0 અને જૂના ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા ડિવાઇસમાં 31 ડિસેમ્બર બાદ વોટ્સએપ યુઝ નહી કરી શકાય.

ઉલ્લેખનીય છે કે વોટ્સએપે આ જ વર્ષે જૂન મહિનામાં બંને પ્લેટફોર્મ માટે સપોર્ટ વધારી દીધો હતો. તે સમયે વોટ્સએપે ખુલાસો કર્યો હતો કે 31 ડિસેમ્બર 2017 પછી એપ નોકિયા એસ 40 ઓએસ પર ચાલપતા ડિવાઇસ,માં કામ નહી કરે. આ ઉપરાંત એન્ડ્રોઇડ 2.3.7 અથવા તેનાથી જૂના વર્ઝન પર પણ 1 ફેબ્રુઆરી 2020 બાદ વોટ્સએપ યુઝ નહી કરી શકાય. ઉલ્લેખનીય છે કે 30 જૂન 2017થી સિમ્બિયન એસ 60 પર ચાલતાં નોકિયા ફોન માટે મેસેજિંગ એપ માટે સપોર્ટ કરવાનું બંધ કરી દીધું હતું.

Related posts

JNU કેસ: દેશદ્રોહની ધારા અંતર્ગત કેસ ચલાવવાની અનુમતી નહી, કોર્ટે દિલ્હી સરકાર પાસે માગ્યો રિપોર્ટ

Bansari

સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા મધ્યસ્થીઓ શાહીનબાગ પહોંચ્યા, લોકો સાથે વાતચીતનો કર્યો આદેશ

Arohi

ગાંધીનગરમાં ચાલતા આંદોલન આટોપી લેવા સરકાર બની સજ્જ, અનામત વર્ગની મહિલાઓ ગૃહમંત્રી સાથે કરશે બેઠક

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!