GSTV

1 ફેબ્રુઆરીથી બંધ થઈ જશે WhatsApp, 75 લાખ સ્માર્ટફોન યુઝર્સને થશે અસર, જાણો શું છે કારણ

ટેકનોલોજીના યુગમાં એપ્લીકેશનમાં દરરોજ નવા-નવા ફીચર્સ આવતા રહે છે, ત્યારે હવે તમામ સોશીયલ મીડિયાની જેમ વોટ્સએપ પણ સતત પોતાની એપને અપડેટ કરતું રહે છે. આગામી દિવસોમાં વોટ્સએપમાં કેટલાક નવા ફીચર્સ આવશે તો, કેટલાકને બંધ કરી દેવામાં આવશે, ત્યારે નવા વર્ષના પ્રથમ મહિના બાદ Whatsappમાં કેટલાક નવા ફીચર્સ આવી રહ્યા છે, પરંતુ દુનિયાભરમાં લગભગ 75 લાખ સ્માર્ટફોન યૂઝર્સ પોતાના ફોનમાં વોટ્સએપનો વપરાશ કરી શકશે નહી. તો ચાલો જાણીએ આ પાછળનું કારણ.

ખરેખર વોટ્સએપ 1 ફેબ્રુઆરી 2020થી લાખો સ્માર્ટફોન પર પોતાનું સપોર્ટ બંધ કરી રહ્યું છે. તેવામાં જૂના ઓપરેટીંગ સિસ્ટમવાળા સ્માર્ટફોન યૂઝર્સને કોઈપણ પરિસ્થિતીમાં 31 જાન્યુઆરી 2020 સુધી નવો સ્માર્ટફોન ખરીદવો પડશે.

1 ફેબ્રુઆરી 2020થી વોટ્સએપ એન્ડ્રોઈડના વર્ઝન 2.3.7 વાળા સ્માર્ટફોન અને IOS 7 વાળા આઈફઓન પર વોટ્સએપ કામ કરશે નહી. કંપનીએ કહ્યું છે કે, તેમના આ નિર્ણયની અસર વધારે યૂઝર્સ પર નહી પડે, કારણ કે, વધારે પડતા યુઝર્સ પાસે નવો ફોન છે.

કંપનીએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે, એન્ડ્રોઈનના કિટકેટ એટલે કે, 4.0.3 વર્ઝન અથવા તેથી ઉપરના વર્ઝનવાળા સ્માર્ટફોનમાં વોટ્સએપનો સપોર્ટ મળશે, પરંતુ તેનાથી નીટે વર્ઝનવાળા સ્માર્ટફોન યૂઝર્સ WhatsAppનો વપરાશ કરી શકશે નહી. આ પહેલા પણ કંપનીએ Nokia સેબિયન S60માં 30 જૂન 2017, બ્લેકબૈરી OS અને બ્લેકબૈરી 10માં 31 ડિસેમ્બર 2017, Nokia S40માં 31 ડિસેમ્બર 2018 બાદ વોટ્સએપ સપોર્ટ બંધ કરી દીધો હતો.

READ ALSO

Related posts

પપૈયાના બીજ છે ચમત્કારી, આ બિમારીઓ માટે છે રામબાણ ઈલાજ

Arohi

કોરોનાકાળમાં કરેલી સેવા આ તબિબોને ફળી, રાજ્ય સરકારે આપી આ મોટી ભેટ

Nilesh Jethva

અમેરિકન કંપની હાર્લી ડેવિડસને ભારતને કહ્યુ અલવિદા, આ દિગ્ગજ કંપનીઓએ પણ છોડ્યુ ઈન્ડિયન માર્કેટ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!