GSTV

ખૂબ જ કામનું / 1 નવેમ્બર પહેલા કરી લો આ જરૂરી કામ, નહીંતર ફોનમાં ઉપયોગ નહીં કરી શકો WhatsApp

WhatsApp

Last Updated on October 21, 2021 by Zainul Ansari

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ મોટાભાગના લોકોના સ્માર્ટફોનમાં ઇન્સ્ટોલ છે. તેના પર મિત્રોના ગ્રુપથી લઇ ઓફિસ સુધીના ગ્રુપ હોય છે. પરંતુ શું તમને એ વાતની જાણ છે કે 1 નવેમ્બરથી ઘણા સ્માર્ટફોનમાં WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે? જો તમારો સ્માર્ટફોન આ યાદીમાં સામેલ છે તો એક જરૂરી કામ કરી લો નહીંતર 1 નવેમ્બર પછીથી તમારા ફોનમાં વોટ્સએપ કામ કરવાનું બંધ કરી દેશે.

whatsapp

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે જાહેરાત કરી છે કે તે જૂના એન્ડ્રોઇડ અને આઈઓએસ પર પોતાનો સપોર્ટ બંધ કરવા જઇ રહ્યો છે. હવે વોટ્સએપ એન્ડ્રોઇડ 4.1 અને તેનાથી ઉપના વર્ઝન અથવા પછી આઈઓએસ 10 અને તેના ઉપરના વર્ઝનમાં કામ કરશે. સાધારણ શબ્દોમાં કહીએ તો જો તમારો સ્માર્ટફોન વર્ષ 2013 અથવા તેના કરતા પણ જુનો છે, તો બની શકે છે કે તમારા ફોનમાં 1 નવેમ્બર પછીથી WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે.

બચવાની રીત?

જો તમારો સ્માર્ટફોન પણ જૂનો છે, તો તેની ઓપરેટિંગ સિસ્ટમ ચેક કરી લો. સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ ચેક કરવા માટે એન્ડ્રોઇડ ફોનની સેટિંગ્સ પર જાઓ, જ્યાં અબાઉટ ફોનમાં જઇ ઓએસ ચેક કરી શકાય છે. આ વિકલ્પો અલગ અલગ ફોનમાં અલગ અલગ જગ્યાએ હોઈ શકે છે.

જો તમારા ફોન માટે કોઈ અપડેટ આવ્યું છે, તો તેનાથી ફોન અપડેટ કરો. જો તમારો ફોન 4.1 એન્ડ્રોઇડ અથવા તેનાથી ઉપરનો ઓએસ અપડેટ કરેલો છે, તો 1 નવેમ્બર પછી પણ તમે ફોનમાં વોટ્સએપનો ઉપયોગ કરી શકશો.

whatsapp

આ આઈફોનમાં છે જૂના ઓએસ

જો તમે આઇફોન યુઝર છો, તો 1 નવેમ્બર પછી તમે આ સ્માર્ટફોનમાં વોટ્સએપનો ઉપયોગ કરી શકશો નહીં. આમાં iPhone 6, iPhone 6S પ્લસ અને iPhone SE જેવા નામ સામેલ છે.

Read Also

Related posts

ઓમીક્રોનના ડર વચ્ચે 6 રાજ્યોને અપાયું એલર્ટ, ફરી વધી શકે છે કોરોના સંક્રમણ

Zainul Ansari

સંયુક્ત કિસાન મોરચા બેઠક કમિટી માટે પાંચ સભ્યોના નામની કરાઈ પસંદગી, અનેક મુદાઓ પર કરશે સરકાર સાથે ચર્ચા

Zainul Ansari

સરહદ પર 94 હજારથી પણ વધારે સૈનિકો થયા તૈનાત, બાઈડને આપી રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને ચેતવણી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!