GSTV
Home » News » આવતા મહિનાથી લાખો લોકો નહી યુઝ કરી શકે Whatsapp, આ સ્માર્ટફોન્સમાં નહી કરે સપોર્ટ

આવતા મહિનાથી લાખો લોકો નહી યુઝ કરી શકે Whatsapp, આ સ્માર્ટફોન્સમાં નહી કરે સપોર્ટ

ઇન્સટન્ટ મેસેજિંગ એપ Whatsapp આગામી મહિને એટલે કે જાન્યુઆરી 2020થી લાખો સ્માર્ટફોન્સમાં કામ કરવાનું બંધ કરી દેશે.  Whatsappએ પોતાના સપોર્ટ પેજ દ્વારા જણાવ્યું કે કેટલીક ડિવાઇસમાં 31 ડિસેમ્બરથી Whatsappનો સપોર્ટ નહી મળે.

Whatsappએ તે સ્પષ્ટ કરી દીધું છે કે Windows mobileમાં 31 ડિસેમ્બરથી Whatsappનો સપોર્ટ બંધ થઇ જશે. આ ઉપરાંત કેટલાંક iPhone યુઝર્સ પણ તેનાથી પ્રભાવિત થશે.

જો તમારા iPhoneમાં iOS 7 કરતાં જૂનુ સૉફ્ટવેર હોય તો Whatsappનો સપોર્ટ બંધ થઇ જશે. જો કે તેના માટે ડેડ લાઇન 1 ફેબ્રુઆરી 2020 નક્કી કરવામાં આવી છે.

વૉટ્સએપ ધીમે-ધીમે જૂના મોબાઇલ્સમાં સપોર્ટ બંધ કરી રહ્યું છે. ઘણાં એવા યુઝર્સ છે જેને મેસેજ આવ્યો છે કે તે પોતાનો ફોન અપગ્રેડ કરી લે. સપોર્ટ પેજ પર વૉટ્સએપે કન્ફર્મ કર્યુ છે કે 31 ડિસેમ્બર2019 બાદ વિન્ડોઝ ફોનને એક્સેસ નહી મળે.

કંપની તેની પહેલાં iOS 7 અને એન્ડ્રોઇડ 2.3.7થી જૂની ઓપરેટિંગ સિસ્ટમ્સ પર ચાલનારા ડિવાઇસનો સપોર્ટ બંધ કરી ચુકી છે. વૉટ્સએપે કહ્યું છે કે તે ભવિષ્યમાં જે ફિચર્સ લાવશે, તે આ ફોન્સ પર નહી ચાલે. કંપનીએ યુઝર્સને ફોન અપગ્રેડ કરવા કહ્યું છે.

આ ફોન્સ પર કામ નથી કરતુ Whatsapp

Nokia Symbian S60 – 30 જૂન 2017
BlackBerry OS और BlackBerry – 31 ડિસેમ્બર, 2017
Nokia S40 – 31 ડિસેમ્બર, 2018

આ ફોન્સમાં હવે સપોર્ટ નહી કરે Whatsapp

Windows Phone OS – 31 ડિસેમ્બર, 2019
Android 2.3.7 અને તેનાથી જૂના વર્ઝન – 1 ફેબ્રુઆરી 2020
iPhone iOS 7 અને તેનાથી જૂના વર્ઝન – 1 ફેબ્રુઆરી 2020

Read Also

Related posts

મોટેરા ખાતે ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમમાં અંદાજે એક લાખ લોકો ઉમટશે, આવી છે પાર્કિંગ વ્યવસ્થા

Nilesh Jethva

દિવાલ બનાવવાનો વિવાદ વધતા કોર્પોરેશને રાતોરાત વૃક્ષો વાવી દીધા

Nilesh Jethva

વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા ફી લીધા બાદ રાજ્યની આ ડેરીએ હાથ કર્યા અદ્ધર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!