GSTV

ટેક્નોલોજી / હવે વિના ઇન્ટરનેટ પણ બિલકુલ સરળતાથી PCમાં WhatsApp ચલાવી શકશો, જાણો કઇ રીતે

Last Updated on November 6, 2021 by Dhruv Brahmbhatt

અનેક મહીનાથી Whatsapp મલ્ટીપલ એકાઉન્ટ લોગ ઇન ફીચરને ટેસ્ટ કરી રહ્યું હતું. આ ફીચરને તમામ માટે જારી કરવામાં આવ્યું છે. આ ફીચરથી યુઝર્સ પોતાના એકાઉન્ટને સેકન્ડરી ડિવાઇસમાં કનેક્ટ કરી શકે છે. એ માટે તેના પ્રાઇમરી ડિવાઇસમાં ઇન્ટરનેટની પણ જરૂરિયાત નથી.

whatsapp

Whatsapp ના નવા અપડેટમાં આ ફીચરને તમે જોઇ શકો છો

આ ફીચરને કંપની ઓફિશીયલી બીટા લેવલ સાથે આપી રહી છે. Whatsapp ના નવા અપડેટમાં આ ફીચરને તમે જોઇ શકો છો. આ ફીચર એન્ડ્રોઇડ અને IOS બંને વર્ઝન માટે જારી કરવામાં આવેલ છે.

વોટ્સએપ અનેક મહીનાથી આ ફીચરને ટેસ્ટ કરી રહ્યું હતું. તેનાથી જો યુઝરના સ્માર્ટફોનમાં ઇન્ટરનેટ નહીં પણ હોય અથવા તો તે ઓનલાઇન નહીં હોય તેમ છતાં યુઝર્સ સેકન્ડરી ડિવાઇસથી મેસેજને સતત સેન્ડ અને રિસીવ કરી શકે છે.

wapp

આ ફીચર Whatsapp ના લેટેસ્ટ અપડેટ સાથે તમામ યુઝર્સ માટે જારી કરવામાં આવી રહ્યું છે

આ ફીચર Whatsapp ના લેટેસ્ટ અપડેટ સાથે તમામ યુઝર્સ માટે હવે જારી કરવામાં આવી રહ્યું છે. આ પહેલાં વોટ્સએપ વેબને યુઝ કરવા માટે યુઝર્સનું મેઇન ડિવાઇસ અથવા સ્માર્ટફોન ઇન્ટરનેટથી કનેક્ટ હોવું જોઇતું હતું.

આ ફીચરને પોતાના સ્માર્ટફોન પર એનેબલ કરવા માટે તમારે આ ફીચર માટે ઓપ્ટ કરવાનું રહેશે. આને હજુ પણ બીટાથી લેબેલ કરવામાં આવ્યું છે. એક વાર એનેબલ થયા બાદ તમે જૂના તમામ ડિવાઇસથી અનલિંક થઇ જશે.

ત્યાર બાદ તમારે ફરીથી તેને લિંક કરવાનું રહેશે. તમે પોતાના PC પર ત્યારે વોટ્સેપ યુઝ કરી શકશો કે જ્યારે તમારા પ્રાઇમરી વોટ્સએપ ડિવાઇસ ઇન્ટરનેટથી કનેક્ટ નહીં થાય. આ તમામ મેસેજ અને કોલ્સ એન્ક્રિપ્ટેડ હશે.

READ ALSO :

Related posts

અભ્યાસમાં થયો એક ચોંકાવનાર ખુલાસો, વર્તમાન લહેરમાં કોરોનાના કારણે જીવ ગુમાવનારા 60 ટકા લોકો હતા અનવેક્સિનેટેડ

GSTV Web Desk

અજબ ગજબ / અધવચ્ચે રસ્તામાં જ પાયલોટે રોકી દીધી ટ્રેન, કહ્યુ ઉંઘ પુરી થશે પછી જ આગળ ચલાવીશ ટ્રેન

GSTV Web Desk

ભગવાનના દ્વાર ખુલશે / ભગવાન કૃષ્ણના ભક્તો માટે ખુશખબર, આવતીકાલથી ખુલ્લુ મુકાશે દ્વારકાધીશ મંદિર

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!