GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

WhatsAppનું નવું ફીચર હવે મોટી સ્ક્રીન ઉપર, શેર કરી શકશો સ્ક્રીન

સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં સામેલ વ્હોટ્સએપ (WhatsApp) ફેસબુકમાં જોડાઈ ગયું છે અને ત્યારબાદ એપને ઘણા નવા ફીચર મળ્યા છે. ફેસબુક તેની મેસેંજર સર્વિસ માટે Rooms ફિચર લઈને આવ્યુ છે અને તેનો શોર્ટકટ વોટ્સએપમાં પણ ઉમેરવામાં આવશે. લેટેસ્ટ અપડેટ પછી, મોટી સ્ક્રીન પર વોટ્સએપમાં રૂમ્સ ફીચરનું ઈંટીગ્રેશન મળી રહ્યુ છે.

મેસેજિંગ પ્લેટફોર્મ હાલમાં વોટ્સએપ વેબ પર ઉપલબ્ધ છે. એપ્લિકેશનના મોબાઇલ વર્ઝન પર તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે પરંતુ હજી સુધી તેને સ્થિર અપડેટમાં શામેલ કરવામાં આવ્યું નથી. જો તમને હજી સુધી વોટ્સએપ વેબ પર મેસેંજર પર રૂમ્સનો વિકલ્પ નથી મળી રહ્યો, તો પછી તપાસો કે તમે લેટેસ્ટ વર્ઝનનો ઉપયોગ કરી રહ્યાં છો. કંપની Android અને iOS ના બીટા વર્ઝન પર પણ આ ઈન્ટીગ્રેશનનું ટેસ્ટિંગ કરી રહી છે.

બે રીતે મળી રહ્યા છે ઓપ્શન

મેસેંજર રૂમ્સમાં વોટ્સએપ વેબ પર બે રીતે એક્સેસ કરી શકાય છે. સૌ પહેલાં વોટ્સએપ વેબ સ્ક્રીનના ટોપ લેફ્ટમાં દેખાતું એરો (તીર) જેવું સિમ્બોલ પર ક્લિક કર્યા બાદ તમને  ‘Create a room’ ઓપ્શન દેખાશે. અહીં ક્લિક કરીને તમે મેસેન્જર પર નેગેટિવ કરી શકો છો. તેના સિવાય તમે ચેટ સ્ક્રીન ઓપન કરીને અટેચમેન્ટ આઈકન પર ક્લિક કરશો તો પણ શોર્ટકટ દેખાશે.

સ્ક્રીન શેરિંગનું ઓપ્શન

વોટ્સએપ વેબ વર્ઝન 2.2031.4 માં આ ઓપ્શન યુઝર્સને મળી રહ્યુ છે. આ ફીચર ફેસબુક મેસેંજરનું છે અને તેનું શોર્ટકટ ફક્ત વોટ્સએપમાં આપવામાં આવ્યું છે. તેના પર ટેપ કરતા જ, એપ્લિકેશન તમને પૂછે છે કે ‘શું તમે મેસેંજરમાં ચાલુ રાખવા માંગો છો?’ જો તમે ઇચ્છો તો તમે તેને રદ કરી શકો છો, અથવા આગળ વધો ત્યારે મેસેંજર ખુલે છે. આના પર યુઝર્સને સ્ક્રીન શેરિંગનો વિકલ્પ પણ મળે છે.

READ ALSO

Related posts

સુપ્રીમ કોર્ટનો નિર્ણય પિતાની સંપત્તિ પર પુત્રીનો સમાન અધિકાર, અમદાવાદમાં 208 વર્ષ પહેલા હતો આ કાયદો

Nilesh Jethva

વિશ્વામિત્રી નદીમાં પૂર આવતા વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં મગરો આવ્યા રસ્તા પર, લોકોમાં ફફડાટ

Nilesh Jethva

દુશ્મન દેશોના યુદ્ધ જહાજો ઉપર રહેશે ભારતીય નૌસેનાની નજર, ખરીદવા જઈ રહ્યું છે ખાસ પ્રકારના 10 ડ્રોન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!