GSTV

WhatsApp નવા Web સેશન માટે જલ્દી લોન્ચ કરશે ફિંગરપ્રિંટ સિક્યોરિટી ફિચર, જાણો કેવી રીતે કરશે કામ

WhatsApp ને જો તમે ડેસ્કટોપ પર વપરાશ કરો છો તો, તમારા માટે આ સારા સમાચાર છે. અત્યાર સુધી એન્ડ્રોયડમાં જ WhatsApp લોક કરવાનું ફીચર મળતુ હતુ, પરંતુ તેને હવે તમે અહીંયા પણ કરી શકશો. જોકે, આ ફીચર ફાઈનલ બિલ્ડમાં તો નથી આવ્યુ, પરંતુ તેની ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે. WhatsApp ના ફીચર્સનો ટ્રેક રાખનારી વેબસાઈટ WABetainfo ની એક રીપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, WhatsApp ડેસ્કટોપમાં પણ ફિંગરપ્રિંટ લોક મળશે.

ફિંગરપ્રિંટથી અનલોક કરી શકાય

રિપોર્ટ પ્રમાણે આ ફીચર WhatsApp ના એન્ડ્રોયડ વર્ઝન 2.20.200.10 માં આપવામાં આવ્યુ છે. જે હેઠળ WhatsApp Web ને ફિંગરપ્રિંટથી અનલોક કરી શકાય છે. આ ફિચર હાલમાં ડેવલપમેન્ટ ફેઝમાં છે અને તેને કંપની આગામી સમયમાં ફીચર તરીકે જાહેર કરી શકે છે.

કેવી રીતે કામ કરશે ફીચર?

જો તમે વિચારી રહ્યા છો કે, લેપટોપમાં ફિંગરપ્રિંટ સ્કેનર નથી તો ફરી તેને કેવી રીતે સિક્યોર કરશો. આ ફીચર એવુ નથી. ખરેખર જ્યારે તમે વોટ્સએપ વેબ માટે QR કોડ સ્કેન કરશો તો તમને મોબાઈલની ફિંગરપ્રિંટ સ્કેન કરવાની રહેશે. એટલે કે, આ ફીચર આવ્યા બાદ ડાયરેક્ટર QR કોડ સ્કેન કરતા જ વોટ્સએપ વેબ ખુલશે નહી, પરંતુ તમને તેના માટે જ ફિંગરપ્રિંટ સ્કેન કરવાનું રહેશે. આ ફીચર વોટ્સએપ વેબની સિક્યોરિટી માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે, ઘણી વખત વોટ્સએપ વેબની ખામીઓના કારણે વોટ્સએપ હાઈજેક થઈ જાય છે.

READ ALSO

Related posts

રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા આવતી કાલથી થશે શરૂ,

pratik shah

Durga Puja 2020: ડૉક્ટરની વેશભૂષામાં ‘કોરોનાસુર’નો વધ કરતાં દેખાયા માં દુર્ગા, ફોટા થયા વાયરલ

Mansi Patel

સુરત/ ગુડ્સ ટ્રેન પ્રોજેક્ટને લઈને ખેડૂતોની જમીન સંપાદનનો મામલો, મોટી સંખ્યામાં ખેડૂતો થયા એકઠા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!