GSTV
Auto & Tech Trending

હવે Whatsapp થશે વધુ સુરક્ષિત, આ 6 ડિજિટના પિન વગર યુઝર્સ નહિ કરી શકે લોગ-ઈન

WhatsApp

વોટ્સએપ એકાઉન્ટને વધુ સુરક્ષિત બનાવવા માટે હવે તેમાં વધુ એક ફીચર ઉમેરવા જઈ રહ્યું છે. હવે WhatsAppમાં પણ ટુ સ્ટેપ વેરિફિકેશનની સુવિધા ઉપલબ્ધ થશે. આ ફીચર્સ માત્ર ડેસ્કટોપ યુઝર્સ માટે જ હશે અને યુઝર્સને તેનો ઉપયોગ કરવો કે નહીં કરવાની સુવિધા પણ મળશે.

હાલમાં, જો તમે નવા સ્માર્ટફોનનો ઉપયોગ કરીને WhatsApp પર લોગ-ઈન કરો છો, તો એપ્લિકેશન તમને 6-અંકનો કોડ પૂછે છે, જે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર મોકલવામાં આવે છે. જ્યારે, ડેસ્કટોપ લોગ-ઈન માટે તમારે ફક્ત WhatsApp વેબ પર એક QR કોડ સ્કેન કરવો પડશે અને તમે તમારું એકાઉન્ટ લોગ-ઈન કરી શકશો. આ માટે તમારે કોઈપણ પ્રકારના પિનની જરૂર નથી.

મહિલા

ડેસ્કટોપ પર સુરક્ષિત ઍક્સેસ

WABetaInfoના રિપોર્ટ અનુસાર, આ નવું ફીચર ડેસ્કટોપ પર WhatsApp ચેટના એક્સેસને વધુ સારું અને સુરક્ષિત બનાવવામાં મદદરૂપ થશે. WABetaInfo કહે છે કે WhatsApp દરેક જગ્યાએ ટુ-સ્ટેપ વેરિફિકેશનને મેનેજ કરવાનું સરળ બનાવવા માંગે છે, તેથી તેઓ આગામી અપડેટ્સમાં વેબ/ડેસ્કટૉપ પર આ સુવિધાને રજૂ કરવા પર કામ કરી રહ્યાં છે. પિન 6 અંકનો હશે. હાલમાં આ ફીચર ટેસ્ટીંગ સ્ટેજમાં છે. એવી અપેક્ષા છે કે તે ટૂંક સમયમાં રિલીઝ થશે.

WhatsApp

ફોન ખોવાઈ જાય તો શું થાય?

અહેવાલ જણાવે છે કે વેબ/ડેસ્કટોપ વપરાશકર્તાઓ ટુ-સ્ટેપ વેરિફિકેશનને અનેબલ અને ડિસેબલો કરી શકશે. જ્યારે તમે તમારો ફોન ગુમાવો છો અને તમે તમારો PIN યાદ રાખી શકતા નથી ત્યારે આ જરૂરી બની જાય છે. તમે રીસેટ લિંક દ્વારા PIN પુનઃસ્થાપિત કરી શકો છો.

Read Also

Related posts

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી : રાજસ્થાનમાં ગૂંચવણ વચ્ચે કોંગ્રેસને રાહત, શશિ થરૂરે ઉમેદવારીમાં રસ દાખવ્યો, કહી આ વાત

Hemal Vegda
GSTV