GSTV
Gujarat Government Advertisement

WHATSAPP ના સોફ્ટવેરમાં ખામીના લીધે થઈ શકે છે ડેટા લીક, CERT એ કર્યા લોકોને એલર્ટ

Last Updated on April 19, 2021 by Harshad Patel

ફેસબુક માલિકીની કંપની વોટ્સ એપને લઈને સિક્યોરિટી એજન્સીએ એલર્ટ કર્યા છે. દેશની સિક્યોરીટી એજન્સી CERT-In ને વોટ્સએપની સુરક્ષાને લઈને સતર્ક કર્યા છે. CERT-In અનુસાર ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપWHATSAPPની સુરક્ષામાં કેટલીક ખામીના કારણે યુઝર્સના સેન્સેટિવ ડેટા લીક થઈ શકે છે.

CERT-In અનુસાર સોફ્ટવેરમાં સુરક્ષાની ખામી

ઈન્ડિયન કમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ CERT-In એ આને લઈને વોર્નિંગ જારી કરી છે. CERT-In અનુસાર સોફ્ટવેરમાં સુરક્ષાની ખામી છે. એના કારણથી યુઝર્સનો પર્સનલ ડેટા રિસ્ક પર છે. આ સિક્યોરિટી રિસ્ક WHATSAPP અને વોટ્સએપ બીઝનેસ બંનેમાં છે.

આ રિસ્ક ફક્ત એન્ડ્રોઈડ જ નહીં પરંતુ આઈઓએસ ડિવાઈસમાં

આ રિસ્ક ફક્ત એન્ડ્રોઈડ જ નહીં પરંતુ આઈઓએસ ડિવાઈસના સોફ્ટવેરમાં પણ છે. એન્ડ્રોઈડ માટે વોટ્સએપ અને વોટ્સએપ બિઝનેV.2.21.4.18 પહેલાના વર્ઝનમાં આ રિસ્ક છે. તો આઈઓએસ માટે વોટ્સએપ અને વોટ્સએપ બિઝનેસમાં V2.21.32 થી પહેલા વર્ઝનમાં સુરક્ષાની ખામી છે.

Whatsapp

રિમોટ એટેક ટાર્ગેટેડ સિસ્ટમનો સેન્સેટિવ ડેટા મેળવી શકે

CERT-In નેશનલ ટેકનોલોજી આર્મ છે. તેને સાયબર એટેકથી મુકાબલો કરવા અને ભારતીય સાયબર સ્પેસને ગાર્ડ કરવા માટે બનાવવામાં આવી છે. CERT-In અનુસાર વોટ્સએપમાં સુરક્ષાની ઘણી ખામીઓ છે. એના કારણેથી રિમોટ એટેક ટાર્ગેટેડ સિસ્ટમ નો સેન્સેટિવ ડેટા મેળવી શકે છે.

વોટ્સએપની હાલની એક ક્રેશ કોન્ફિગ્રેશનના કારણે છે આ ખામીઓ

આ બાબતમાં જાણકારી આપતા CERT-In જણાવ્યું કે આ ખામીઓ વોટ્સએપની હાલની એક ક્રેશ કોન્ફિગ્રેશનના કારણે છે. ઓડિયો ડિકોડિંગ પાઈપલાઈનમાં કેટલાક બોન્ડ્સ પણ મિસિંગ છે. આ કારણે એટેકર્સ સરળતાથી ટારગેટેડ સિસ્ટમથી સેન્સેટિવ ઈન્ફોર્મેશન મેળવી શકે છે. CERT-In યુઝરસે આ બાબતમાં જાણ કરતાં જણાવ્યું કે યુઝર્સ વોટ્સએપના લેટેસ્ટ વર્ઝન ગુગલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોરથી ડાઉનલોડ કરી લેવો જોઈએ. જે લોકોએ અત્યાર સુધી આ એપ અપડેટ નથી કરી તેઓ તુરંત આ એપને અપડેટ કરી લે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

પાંચ રાજ્યોમાં વાવાઝોડાની અસરનો ખતરો, ગુજરાત અને કેરળ માટે ઓરેન્જ અને રેડ એલર્ટ

pratik shah

સાવધાન! શું તમને પણ આવ્યો છે વેક્સિન રજીસ્ટ્રેશનનો આ મેસેજ? તો ભૂલીને પણ ક્લિક ન કરતા, થઇ શકે છે મોટું નુકશાન

Pritesh Mehta

તોફાનો/ ઇઝરાયેલ અને હમાસના ઘર્ષણમાં 103 લોકોનાં મોત, દેશની અંદર આર્મી તૈનાત કરી શકે છે ઈઝરાયેલ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!