દુનિયાની સૌથી લોકપ્રિય એપ્સમાંથી એક, વોટ્સએપ સમય સમય પર યુઝર્સ માટે અપડેટ્સ આવતી રહે છે. આ અપડેટ્સ દ્વારા યુઝર્સને વોટ્સએપ પર નવા ફીચર્સનો ઉપયોગ કરવાનો મોકો મળી જાય છે. ખબરોની માનીએ તો જલ્દી જ વોટ્સએપ, વોઇસ કોલ સાથે જોડાયેલ એક નવું ફીચર લઇને આવ્યા છે જેનાથી તમારો કોલિંગ્સનો અંદાજ બદલાઈ જશે. આઓ જાણીએ આ ફીચર અંગે.
વોટ્સએપના વોઈસ કોલ ફીચરમાં ફેરફાર

WhatsApp મુખ્યત્વે એક મેસેજિંગ એપ છે પરંતુ તમે આ પ્લેટફોર્મ દ્વારા વોઈસ અને વીડિયો કોલ પણ કરી શકો છો. WABetaInfoના એક રિપોર્ટ અનુસાર, WhatsApp તેના વોઈસ કોલ ફીચરના ઈન્ટરફેસને સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. વોટ્સએપ પ્રયાસ કરી રહ્યું છે કે તેના આવનારા અપડેટમાં તે એવું કામ કરી શકે કે વોઈસ કોલ કરતી વખતે યુઝરને સામે વાળા વ્યક્તિની ડીપીની જગ્યાએ ચેટનું વોલપેપર દેખાશે.
આ સમયે કેવા દેખાય છે વોઇસ કોલ

કદાચ તમે ધ્યાન આપ્યું હશે કે જ્યારે તમે WhatsApp વૉઇસ કૉલ કરો છો, ત્યારે સ્ક્રીન પર કૉલ વિકલ્પોની સાથે તમે ગોળાકાર આકારમાં જે વ્યક્તિ સાથે ફોન ડાયલ કર્યો છે તેનું વૉટ્સએપ ડિસ્પ્લે ફોટો દેખાય છે. આગામી અપડેટ્સમાં, ડિસ્પ્લે પિક્ચર હવે દૂર કરવામાં આવશે અને ચેટ વૉલપેપર તેનું સ્થાન લેશે.
તમને જણાવી દઈએ કે આ ફીચર હાલમાં ડેવલપમેન્ટ સ્ટેજમાં છે, તેથી તેને iPhone યુઝર્સ માટે રિલીઝ નહિ કરવામાં આવે તેને આવતા સમય લાગશે.
Read Also
- રખડતા પશુઓ / ચાલુ વર્ષે ૧૪૮૯૯ રખડતાં ઢોર પકડી ૧.૪ કરોડનો વસૂલાયો દંડ છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર
- ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ
- સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ
- ઇસુદાન ગઢવીએ ધ્રોલમાં આપઘાત કરનારા ખેડૂતના પરિવારજનો સાથે કરી મુલાકાત, આર્થિક સહાય કરવા સરકાર પાસે કરી માંગ
- પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી