GSTV
Auto & Tech Trending

WhatsApp પર વાયરલ થઈ રહેલા આ મેસેજ પર બિલકુલ વિશ્વાસ ન કરો, થાય છે ડેટાની ચોરી

WhatsApp પર તમને જો એવો કોઈ મેસેજ મળ્યો છે જે 1000GB મફતમાં ઈન્ટરનેટ ડેટા આપવાનો દાવો કરે છે તો સાવધાન થઈ જાવ. વોટ્સએપ પર એવો જ એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં લખ્યું છે, ‘Whatsapp Offers 1000GB Free Internet’. 2019માં WhatsAppના 10 વર્ષ પૂરા થઈ ગયા છે.

યુઝર્સને વિશ્વાસ આવે તે માટે આ મેસેજને કંઈક એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે કે જેન કંપની તેની 10મી વર્ષગાંઠ પર તેના યુઝર્સને 1000GB ડેટા આપી રહી છે. પણ આ ફેકમાં ડેટા મફતમાં આપવાની વાત ખોટી છે. વોટ્સએપે ઓફિશિયલી એવી કોઈ ઓફર આપી નથી. સાઈબર સિક્યોરિટી ફર્મ ESETને આ મેસેજ મળ્યો, જેમાં 1000GB ફ્રી ડેટા આપવાની વાત કરવામાં આવી છે.

રિસર્ચરને બ્લોગપોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે આ મેસેજમાં એક લિંક છે જે વોટ્સએપની ઓફિશિયલ નથી. બતાવવામાં આવ્યું છે કે આ મેસેજ એક એવા ડોમેનથી ફેલાવામાં આવી રહ્યો છે જે કંપનીઓને ફેક ઓફર્સની જાણ કરે છે. વાયરલ થઈ રહેલી આ સ્કીમમાં યુઝર્સને ‘Whatsapp Offers 1000GB Free Internet’નો મેસેજ મળી રહ્યો છે. આ સ્કીમનો લાભ લેવા માટે એક લિંક પર ક્લીક કરવાનું કહેવાય છે.

તેણે આપેલી લિંકની ક્લીકથી વેબ પર એક પેજ ઓપન થાય છે, જ્યાં કંપનીના 10 વર્ષ પૂરા થવા પર ડેટા આપવાની વાત કરવામાં આવી છે. પછી ડેટા ક્લેમ માટે મેસેજને 30 વધુ યુઝર્સને મોકલવા માટે કહેવામાં આવે છે. ESET મુજબ તેમાં સ્કેમર્સને ફાયદો થાય છે. ક્લીક ફ્રોડની રીત છે અને તેની દરેક ક્લીક પર ફ્રોડ કરનારને રેવેન્યૂ મળે છે. જે પણ આ મેસેજ પર ક્લીક કરશે પછી લિંક પર ક્લીક કરે છે. ત્યાર બાદ મેસેજને ફોર્વર્ડ કરવાનું કહેવામાં આવે છે. આ પ્રોસેસ દરમિયાન યુઝરનો ડેટા ચોરી થવાનો ખતરો પણ છે.

Read Also

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu
GSTV