હવે આંગળીના ઇશારે ઓપન થશે Whatsapp, આ નવું ફિચર યુઝર્સને ખુશ કરી દેશે

whatsapp હવે તમારી ફિંગર પ્રિન્ટ એટલે કે તમારી આંગળીના નિશાનથી ખુલશે. હવે કોઇ બીજુ તમારુ whatsapp ખોલી નહી શકે. whatsappમાં જલ્દી જ એક નવું ફિચર આવશે. એક એહવાલ અનુસાર whatsappમાં ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન ઓપ્શન મળશે જે તેની સુરક્ષા વધારશે. સાથે જ યુઝર્સની ચેટ પણ સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. whatsapp હાલ આ ફિચર પર કામ કરી રહ્યું છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે iOS માટે Face ID અને ટચ ID ઇન્ટીગ્રેશન પર કામ કર્યા બાદ એપે એન્ડ્રોઇડ યુઝર્સ માટે વૉટ્સએપે ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.

whatsappમાં હશે નવું સેક્શન

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે whatsappમાં એક નવું ફિચર હશે જેમાં ફિંગરપ્રિન્ટ ઓથેન્ટિકેશન ફિચર એનેબલ કરવાનો વિકલ્પ હશે. આ ફિટર બિલકુલ iOSની જેમ કામ કરશે અને એપલના ઓપરેટિંગ સિસ્ટમમાં પણ ઉપલબ્ધ કરવામાં આવશે. તેનો અર્થ એ છે કે whatsapp યુઝર્સ માટે સિક્યોરીટી વધારવામાં આવી છે અને યુઝર્સે દર વખતે એપ ખોલતી વખતે પોતાની ફિંગરપ્રિન્ટનો ઉપયોગ કરવો પડશે.

આ સ્ટેજ પર છે ફિચર

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે whatsapp તમારી ફિંગરપ્રિન્ટને ડિટેક્ટ ન કરી શકે તો તમે તમારા ફોનના ક્રેડેંશિયલનો ઉપયોગ કરીને એપ ખોલી શકો છો. હાલ whatsappનું નવુ ફિચર ડેવલપમેન્ટના અલ્ફા સ્ટેજમાં છે અને તે એન્ડ્રોઇડ માશમેલો અને તેની ઉપર તમામ whatsapp યુઝર્સને ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter