મોટાભાગે લોકો ફોટો, વીડિયો અને મેસેજ શેર કરવા માટે વોટ્સએપનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ હવે આ એપ યુઝર્સ અલગ-અલગ બેકિંગ સુવિધાનો લાભ ઉઠાવી શકશે. બેંકિંગ સર્વિસનો ઉપયોગ કરવા માટે યુઝર્સે પોતાનો રજિસ્ટર નંબરથી બેંકના નંબર પર મિસ્ડ કોલ કરવાનો રહેશે.

તમને જણાવીએ કે આ નંબર બેંકના નંબરથી અલગ હશે. મિસ્ડ કોલ કરવાનો મતલબ છે યુઝર્સ બેંકને વોટ્સએપ પર આ સેવા શરૂ કરવાની અનુમતિ આપશે. તેના પછી વોટ્સએપના વપરાશકર્તા પોતાના ફોન પર ડેબિટ કાર્ડ અથવા ક્રેડિટ કાર્ડ, એફ ડી, લોન અને બેંક સ્ટેટમેન્ટ જેવી જાણકારીઓ મેળવી શકશે. તમારા બેંકનો વોટ્સએપ નંબર બેંકની આધિકારિક સાઈટ પરથી મેળવી શકો છો. યુઝર્સ વોટ્સએપના માધ્યમથી પોતાના ક્રેડિટ કાર્ડ પરથી જે પણ બેંકમાં પૈસા છે તેની જાણકારી મેળવી શકો છો.


તેના માટે યુઝર્સ પોતાના કાર્ડના છેલ્લા ચાર અંકની સાથે ક્રેડિટ કાર્ડનો અંક લખીને મેસેજ મોકલી શકો છો. થોડા સમય પછી યુઝર્સની પાસે ક્રેડિટ કાર્ડની પાસે કેટલા પૈસા છે તેનો મેસેજ આવશે. એ ઉપરાંત પણ યુઝર્સ ફિક્સ્ડ ડિપોઝિટની જાણકારી પણ મેળવી શકે છે. યુઝર્સે આ સેવા માટે બેંકમાં કોઈ પણ પ્રકારનો ચાર્જ આપવાનો નહીં રહે.

આ સેવાથી યુઝર્સને બેંકિંગ સેવા સાથે જોડાયેલી મુશ્કેલીઓથી રાહત મળશે. સાથે જ બેંકના આ પગલાંથી બેંકિંગ પ્રોસેસ પણ સરળ થઈ ગઈ છે. જો યુઝર્સનો મોબાઈલ ચોરી થઈ જાય છે, તે બેંકિંગ સેવાને એક ઈ-મેલના માધ્યમથી બંધ કરાવી શકો છો. વોટ્સએપ બેકિંગ સર્વિસ એટલા માટે સુરક્ષિત છે કારણ કે આનો ડેટા કોઈ બીજા સાથે જાહેર નથી થતો.
Read Also
- પાટણ/ HNGUમાં કારોબારી ચૂંટણીના ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ, 25મીએ મતદાન
- સુરત/ રામમંદિરના નામે ખોટી રીતે ફાળો ઉધરાવતા શખ્સની પોલીસે કરી ધરપકડ
- ઊંઝા તાલુકામાં સિંચાઈનો પ્રશ્ન ઉકેલાશે, ધારાસભ્ય આશાબેન પટેલની રજૂઆતને પગલે કરોડોની યોજના મંજૂર
- જામનગર મનપાની ચૂંટણી પહેલા ભાજપમાં ભંગાણ, કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા
- ધ્યાન રાખજો! શું તમે પણ ઓનલાઈન ઓર્ડર માટે કરો છો Mobikwik નો વપરાશ? હવે ક્રેડિટ કાર્ડથી મની એડ કરવા પર લાગશે ચાર્જ