WhatsApp આમ તો ખૂબજ સલામત માનવામાં આવે છે અને યુઝર્સના ડેટાની સુરક્ષાનો દાવો પણ કરે છે. જો કે, તાજેતરના દિવસોમાં કેટલાક વાયરસના હુમલા સામે આવ્યા છે. વોટ્સએપમાં યુઝર્સને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન પણ મળે છે. જો તમે પણ વોટ્સએપ યૂઝર્સ છો અથવા વાપરવા માંગતા હોવ તો એક ચેતવણી તમારી માટે પણ છે જેને અવગણવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. એટલું જ નહીં તમારો ડેટા ચોરી થઈ શકે છે અને તમારા વોટ્સએપ એકાઉન્ટ પર પણ પ્રતિબંધ લગાવી શકાય છે. ખરેખર જાણો શું છે એલર્ટ જે તમારા માટે મોટા ભય ઊભો કરી શકે છે.

મોડિફાઇડ અથવા બનાવટી એપ્લિકેશનોનો ઉપયોગ યોગ્ય નથી
આ ચેતવણી WABetainfo દ્વારા જારી કરવામાં આવી છે જે વોટ્સએપના અપડેટ્સ સતત આપતી રહે છે. તેમાં જણાવાયું છે કે, યુઝર્સની સુરક્ષા અને પ્રાઈવસીને લઈને કોઈપણ રૂપમાં વોટ્સએપની મોડિફાઇડ અથવા બનાવટી એપ્લિકેશનોનો ઉપયોગ યોગ્ય નથી. આમ કરવાથી યુઝર્સના ડેટા જોખમમાં મૂકાય છે. ચેતવણીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભલે વોટ્સએપના આ બનાવટી વર્ઝન આકર્ષક હોય પરંતુ તેનો ઉપયોગ હંમેશા જોખમી થઈ શકે છે.
નવી વધુ સુવિધાઓના લાલચે નકલી અથવા ડુપ્લિકેટ વર્ઝનનો થતો ઉપયોગ
હકીકતમાં, નકલી અથવા ડુપ્લિકેટ વોટ્સએપ વાપરવાનું એક જોખમ (MITM) એમઆઇટીએમનો ભોગ બનવાનો ભય છે. એમઆઇટીએમ એટલે મેન ઇન ધ મિડલ એટેક, જે તમારી ચેટ અથવા ડેટાને ચોરી કરીને બદલી શકે છે. આ બધાનું પરિણામ એ હશે કે તમારા વોટ્સએપ એકાઉન્ટ પર અસ્થાયીરૂપે પ્રતિબંધ લાગી શકે છે. કારણ કે જો તમે આવા વર્ઝનનો ઉપયોગ કરો છો, તો તે ચકાસાયેલ નથી અને જોખમનું પરિબળ અનેકગણું વધારે છે. કેટલાક વપરાશકર્તાઓ નવી વધુ સુવિધાઓના લાલચે નકલી અથવા ડુપ્લિકેટ વર્ઝનનો પણ ઉપયોગ કરવાનું શરૂ કરે છે જે તેમના માટે જોખમી સાબિત થઈ શકે છે.
વધુ સુવિધા હોઈ શકે પરંતુ તમારા માટે છે જોખમી
આને અવગણવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે જ્યારે પણ તમે વોટ્સએપ ડાઉનલોડ કરો ત્યારે તે અસલ છે કે નહીં તે તપાસી લો. જો કોઈ તમને ડુપ્લિકેટ એપ્લિકેશન એવું કહીને ડાઉનલોડ કરવાનું કહેશે કે તેમાં વધુ સુવિધાઓ છે. તો સાવચેત રહો. તેમાં વધુ સુવિધાઓ હોઈ શકે છે પરંતુ તે તમારા માટે જોખમી પણ હોઈ શકે છે.
READ ALSO
- બદલાયા નિયમો/ જાહેરમાં સિગારેટ પીતાં પકડાયા તો 2000 રૂપિયા થશે દંડ : સ્મોકિંગ ઝોન રદ અને વેચવા માટે પણ લેવું પડશે લાયસન્સ
- કામના સમાચાર/ પાસપોર્ટ અને રેલવે ટીકિટની જેમ તત્કાલ મળશે ડ્રાઈવિંગ લાયસન્સ, ફિટનેસ સર્ટિફિકેટ માટે પણ નહીં જવું પડે RTO
- ખાસ વાંચો/ ક્યાંક તમારી જૂની કાર ભંગાર તો નહીં થઈ જાય, સરકારે આ પોલિસીને આપી મંજૂરી
- મોટાભાગના ખેડૂતો નથી જાણતા કે શું છે નવા ત્રણ કૃષિ કાયદા, નહીંતર આખો દેશ ભડકી ઉઠે: વાયનાડથી બોલ્યા રાહુલ ગાંધી
- રિવરફ્રન્ટની વધશે રોનક/ સરકારે 49 પ્લોટ વેચાણ માટે મૂક્યા, હાઈરાઈઝ ઈમારતથી ઝળહળી ઉઠશે શહેરની સ્કાઈલાઈન