GSTV
Auto & Tech Trending

વોટ્સએપ યુઝર્સ સાવધાન: ભૂલથી પણ ડાઉનલોડ ન કરતા આ વર્ઝન, નહીંતર હૈક થઈ જશે આપનું અકાઉન્ટ

હાલમાં જ Google Play Store માંથી કેટલાય એપ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ગૂગલે પોતાના પ્લેટફોર્મને સુરક્ષિત રાખવા માટે આવુ કર્યુ છે. પણ હજૂ ગૂગલ પ્લે સ્ટોર પર કેટલાય એપ્સના મોડિફાઈડ વર્ઝન છે. જે યુઝર્સના ડિવાઈસને સંક્રમિત કરી શકે છે. એન્ડ્રોઈડ માટે વોટ્સએપના મોડિફાઈડ વર્ઝનમાં એક નવુ ટ્રોઝન શોધવામાં આવ્યુ છે. આ ટ્રોઝનને ટ્રાયડા કહેવામાં આવે છે. મેલવેર એક પેલોડ ડાઉનલોડ કરવામાં સક્ષમ છે, જે યુઝર્સની સહમતી વગર ડિવાઈસ પર દુર્ભાવનાપૂર્ણ રીતે ગતિવિધિઓને આગળ ધકેલે છે.

WhatsApp

મુશ્કેલીમાં મુકી શકે છે

નવુ ડેવેલપમેંટ સાઈબર સુરક્ષા મુખ્ય કાસ્પરસ્કીથી આવે છે. ટીમના સંશોધનકર્તાએ હાલમાં જ એક રિપોર્ટ શેર કર્યો હતો કે, ટ્રોઝન ટ્રાયડા FMWhatsApp 16.80.0, વોટ્સએપના મોડિફાઈડ વર્ઝનને પ્રભાવિત કરે છે. આવુ મોડિપાઈડ એપ્સ યુઝર્સને વધારાની સુવિધા આપે છે. જે મૂળ વોટ્સએપમાં નથી મળતું. FMWhatsApp મોડિફાઈડ એપ ડાઉનલોડ કરવું આપને મુશ્કેલીમાં મુકી શકે છે.

Kaspersky અનુસાર, Trojan Triadasએ હવે પોતાની જાહેરાત સોફ્ટવેર ડેવલપમેંટ કિટની સાથે FMWhastApp નવા વર્ઝનમાં પ્રવેશ કરી લે છે. જો આપ એપ લોન્ચ કરો છો, તો ટ્રોઝનથી સંક્રમિત છે. તો આ ડિવાઈસ આઈડેંટિફાયરને ભેગી કરશે અને તેને એક રિમોટ સર્વર પર પાછા મોકલસે. કહેવાય છે કે, સર્વર નવા ડિવાઈસને રજીસ્ટર કરે છે અને એક પેલોડ માટે એક લિંક પાછી મોકલશે. એપમાં ટ્રોજન ત્યારે આ પેલોડને સંક્રમિત ડિવાઈસ પર ડાઉનલોડ કરે છે. ત્યાર બાદ આ સામગ્રી ડિક્રિપ્ટ કરે છે અને તેના સંચાલન માટે તેને લોન્ચ કરે છે.

whatsapp

હૈકર આવી રીતે હૈક કરી લેશે આપનું અકાઉન્ટ

સંશોધનકર્તાએ FMWhatsAppના માધ્યમથી આવી પ્રવૃતિઓને અંજામ આપવા માટે કેટલાય અલગ અલગ મેલવેરની શોધ કરી છે. ત્યારે હવે વધુ એક મેલવેર છે, જો આપના ડિવાઈસને સંક્રમિત કરી શકે છે. જે ફૂલ સ્ક્રીન જાહેરાત છે. તેનાથી સામે આવતા વધારામાં વધારે વ્યૂઝ મળે છે અને સાથે આપની મંજૂરી વગર સાઈન પણ કરવાની ક્ષમતા પણ ધરાવે છે.

Kasperskyએ આવા એપ્સ ડાઉનલોડ ન કરવાની ચેતવણી આપી છે. તેમાં સાથે એવુ પણ કહેવામાં આવ્યુ છે કે, અનવોન્ટેડ પેડ સબ્સક્રિપ્શન માટે સાઈનઅપ કરવા ઉપરાંત યુઝર પોાના ખાતાને પૂર્ણ નિયંત્રણ પણ ખોઈ બેસે છે. આ ઉપરાંત હેકર્સ પોતાના નામે સ્પેમ અને મેલવેર ફેલાવા માટે ખાતાને હાઈજૈક પણ કરી શકે છે.

READ ALSO

Related posts

કપિલ દેવે આઇસીસીને કરી અપીલ, કહ્યું- વન ડે ઇન્ટરનેશનલ અને ટેસ્ટ ક્રિકેટને બચાવો, નહીં તો ફૂટબોલ જેવા હાલ થશે

GSTV Web Desk

ક્રિકેટ/ વોશિંગ્ટન સુંદરની જગ્યાએ ટીમ ઈન્ડિયામાં શામેલ કરાયો આ ઘાતક ખેલાડી, કેરિયરમાં પ્રથમ વખત મળ્યું સ્થાનઃ બીસીસીઆઈએ કરી જાહેરાત

GSTV Web Desk

કુશ્તીબાજ દિવ્યા કાકરાનને સહાય મુદ્દે નવો ટ્વિસ્ટ, ભાજપનો પ્રચાર કરનાર આપને કરે છે બદનામ

GSTV Web Desk
GSTV