GSTV
Home » News » Whatsappમાં આવ્યું અત્યાર સુધીનું સૌથી ખાસ ફિચર, તમે પણ કંપનીને કહેશો Thank You!

Whatsappમાં આવ્યું અત્યાર સુધીનું સૌથી ખાસ ફિચર, તમે પણ કંપનીને કહેશો Thank You!

WhatsApp Auto download Mode

ફેસબુકના સ્વામિત્વ વાળી કંપની વૉટ્સએપે પોતાના ગ્રાહકો માટે અત્યાર સુધીનું સૌથી ખાસ ફીચર લૉન્ચ કર્યુ છે. જો કે વૉટ્સએપે આ ફીચરથી કેટલાંક લોકો નારાજ પણ થશે. વૉટ્સએપે યુઝર્સની પ્રાઇવસી માટે બીટા વર્ઝન પર એક ફીચર જારી કર્યુ છે. વૉટ્સએપે પોતાના નવા બીટા વર્ઝનમાં પ્રોફાઇલ પિક્ચરને સેવ કરવાનો વિકલ્પ બંધ કરી દીધો છે. બીજા શબ્દોમાં કહીએ તો નવા અપડેટા બાદ હવે વૉટ્સએપ પર કોઇપણ પ્રોફાઇલ પિક્ચરને પોતાના ફોનમાં સેવ નહી કરી શકે.

પ્રોફાઇલનો સ્ક્રીનશૉટ લઇ શકાશે કે નહી

whatsapp sticker notification

જો કે આ અંગે કંપનીએ તો કોઇ જાણકારી આપી નથી કે ફેસબુકની જેમ વૉટ્સએપમાં પ્રોફાઇલ પિકચરનો સ્ક્રીન શૉટ લઇ શકાશે કે નહી પરંતુ યુઝર્સનો દાવો છે કે હાલ સ્ક્રીન શૉટનો વિકલ્પ મળી રહ્યો છે.

પ્રોફાઇલ પિક્ચર સેવિંગ ફિચરને હટાવવાની અપડેટ વૉટ્સએપના 2.19.142 વર્ઝનમાં મળી રહી છે. ત્યાં યુઝર્સને ગ્રુપના આઇકનને સેવ કરવાનો વિકલ્પ મળી રહ્યો છે. જો કે આ ફીચર ક્યારે જારી થશે તે અંગે જાણકારી નથી મળી.

આઇફોન માટે સ્ટીકર નોટિફિકેશન

WhatsApp shopping feature

વૉટ્સએપે ગત મહિને જ આઇફોન માટે સ્ટીકર નોટિફિકેસનને બીટા વર્ઝન માટે જારી કર્યુ હતુ. તે બાદ કંપનીએ હવે તમામ યુઝર્સ માટે તેની અપડેટ જારી કરી દીધું છે. આ ફીચર આવ્યા બાદ યુઝર્સ નોટિફિકેશનમાં જ સ્ટીકર વાળા મેસેજ જોઇ શકશે.

Read Also

Related posts

VIDEO : જૂનાગઢના ગિરનાર પર્વત આ નજારો જોઈ તમે વિદેશ જવાનું ભુલી જશો

Nilesh Jethva

WHOનો ચોંકાવનારો રીપોર્ટ આવ્યો સામે, ડોક્ટરોની ભૂલનાં કારણે આટલા લોકો…..

GSTV Desk

રાજકોટમાં પોલિસ કમિશનરની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ, કાલથી ટ્રાફિકના નવા નિયમોની કડક અમલદારી વિશે ચર્ચા-વિચારણા

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!