GSTV

Whatsapp પર ટાઇપ કર્યા વિના લખો મેસેજ, જાણો આવી જ 4 કમાલની વૉટ્સએપ ટ્રિક્સ

whatsapp

દુનિયાભરમાં ઇંસ્ટેંટ મેસેજિંગ એપ Whatsappનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ફ્રેંડ્સ અને ફેમિલી સાથે ચેટ કરવા ઉપરાંત ઑફિસનું કામ પણ Whatsapp દ્વારા થવા લાગ્યુ છે. તેવામાં Whatsapp પોતાના યુઝર્સ માટે સમયે સમયે કામના ફીચર્સ લઇને આવે છે. જો કે મોટાભાગના યુઝર્સ Whatsappના આ કામના ફીચર્સનો ઉપયોગ નથી કરી શકતા. આજે અમે તમને Whatsappની આવી જ સિંપલ ટ્રિક્સ અને ફચર્સ વિશે જણાવવા જઇ રહ્યાં છીએ જેથી તમારુ કામ ઘણુ સરળ બની જશે.

Whatsapp

બોલીને મેસેજ ટાઇપ કરવો

ઘણાં લોકો આ ફીચર વિશે નથી જાણતાં. આ ફીચરની ખાસ વાત એ છે કે તમે ટાઇપ કર્યા વિના જ Whatsapp પર તમારો મેસેજ લખી શકો છો. તેના માટે તમારે મેસેજ ટાઇપ કરતી વખતે માઇકના બે ઓપ્શન જોવા મળશે. તેમાંથી તમારે કીબોર્ડ વાળા આઇકનને દબાવીને તમારો મેસેજ બોલવાનો છે. તમે જે બોલશો તે ટાઇપ થઇ જશે. આ ટ્રિક તે સમયે ખૂબ જ કામ આવે છે જ્યારે તમે કોઇ કામમાં વ્યસ્ત હોય અને તમારી પાસે ટાઇપ કરવાનો સમય ન હોય.

whatsapp

Whatsapp શૉર્ટકટ

જો તમે કોઇ ફ્રેન્ડ અને ફેમિલી મેંબર સાથે વધુ ચેટ કરતાં હોય તો તમે તેમની સાથે ચેટ કરવા માટે શોર્ટકટ બનાવી શકો છો. તેનાથી તમે તે વ્યક્તિનું Whatsapp ખોલ્યા વિના પણ મેસેજનો રિપ્લાય અથવા ચેટ કરી શકો છો. તમે જેને શોર્ટકટ ચેટ માટે સિલેક્ટ કર્યા છે તેના ફોટો સાથે તમારા મોબાઇલ પર એક આઇકન આવી જશે. આ રીતે તમે સરળતાથી રિપ્લાય કરી શકો છો.

Whatsapp

Whatsapp મેસેજ પૉપ અપ

વધુ એક કામનું ફીચર છે ફેસબુક મેસેંજરની જેમ જ Whatsappનુ પૉપ અપ નોટિફિકેશન. તમે ઇચ્છો તો તમારા ફોનમાં Whatsapp મેસેજનું પૉપ અપ સેટ કરી શકો છો. તેનાથી જેવો તમારા ફોનમાં કોઇનો મેસેજ આવશે તમારા ફોનની સ્કીન પર તે મેસેજ જોવા મળશે.

whatsapp

Whatsapp ચેટને ઇમેલ પર સેવ કરવી

ઘણી વાર ઑફિસની કેટલીક જરૂરી ચેટ અથવા મેસેજ હોય છે જે Whatsapp પર હોય છે. તેવામાં તમે ઇચ્છો તો સ્ટોરેજ માચે કેનો બેકઅપ તમારા ઇમેલ પર લઇ શકો છો. તમે Whatsapp મેસેજને સરળતાથી ઇમેલ પર મોકલી શકો છો. તેના માટે ચેટ ઓપન કરીને રાઇટ સાઇડમાં દેખાતા 3 ડોટ પર ક્લિક કરો. અહીં Moreના ઓપ્શનમાં જાઓ. હવે તમને Whatsapp ચેટને ઇમેલ કરવાનો ઓપ્શન દેખાશે. તમે કોઇપણ ચેટને તમારા ઇમેલ પર લઇ શકો છો.

Read Also

Related posts

બનાસકાંઠા માસ્ક કૌભાંડ પહોંચ્યું દે. સીએમ ઓફિસ, નીતિન પટેલે આપ્યા તપાસના આદેશ

Pritesh Mehta

અરવલ્લી: હજારો રોકાણકારોને લાખોનું ફુલેકુ ફેરવી ફરાર થનાર 3ની થઇ ધરપકડ

Pritesh Mehta

ગરીબ અને અસક્ષમ બાળકોને મળશે સોનેરી તક, બિહારના આનંદકુમારે સુરતમાં શરૂ કરી એકેડમી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!