GSTV
Auto & Tech India News Trending

મોબાઈલ યૂજર્સ માટે ખૂશખબર : આ ટ્રિકથી એક સાથે બે ફોનમાં ચલાવો WhatsApp

WhatsApp પોતાના યૂજર્સના ચેટિંગ એક્સપિરિયન્સને વધારવા માટે નવા નવા ફીચર લાવતું રહે છે. આ કડીમાં હવે કંપની મલ્ટિપલ ડિવાઈઝ સપોર્ટ ફીચર લાવવાની તૈયારીમાં છે. આ ફિચર આવ્યા બાદ તમે એક વોટ્સએપ એકાઉન્ટને બે ફોનમાં ચલાવી શકો છો. શાંભળવામાં આ ફિચર ઘણુ જ એક્સાઈચિંગ લાગે છે અને વિશ્વના 200 કરોડ યૂજર્સને આ ફિચરના આવવાની રાહ છે. જો તમે આ ફિચરની વધારે રાહ જોઈ શકતા નથી તો અમે તમને એક ટ્રિક બતાવી રહ્યા છીએ. આ ટ્રિક દ્વારા તમે અત્યારે જ એક એકાઉન્ટને બે અલગ અલગ ફોનમાં યૂજ કરી શકો છો.

આવી રીતે ચલાવો બે ફોનમાં એક વોટ્સએપ

  • બે ફોનમાં એક વોટ્સએપ ચાલુ કરવા માટે તમારે સૌ પ્રથમ Whatscan Pro એપ ડાઉનલોડ કરવી પડશે. આ એપને તમે ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉન લોડ કરી શકો છો. આ એપને ફક્ત એન્ડ્રોઈડ ડિવાઈઝ પર જ ઈન્સ્ટોલ કરી શકાય છે. એપ ડાઉનલોડ કર્યા બાદ આ સ્ટેપને ફોલો કરો.
  • જો તમે બે ફોન વાપરો છો અને બન્ને ફોનમાં એક જ વોટ્સએપ ઓપરેટ કરવા માંગો છો, તો પોતાના બીજા મોબાઈલમાં વોટ્સ્કૈન પ્રો એપ ઈન્સ્ટોલ કરો. સારૂ રહેશે ત્યારે તમે તમારા ફોને વાઈ ફાઈ નેટવર્કથી કનેક્ટ કરો.
  • એપ ખોલો અને સ્ટાર્ટ નાઉ ઓપ્શન પર ટૈપ કરો. આ એપમાં ઘણી જાહેરાત આવે છે. એટલે સ્ટાર્ટ નાઉ ઓપ્શન પર ટૈપ કર્યા બાદ તમારે થોડી રાહ જોવી પડી શકે છે.
  • હવે તમને એપની સ્ક્રીન ઉપર કેટલાક ઓપ્શન જોવા મળશે. અહિંયા તમારે વોટ્સ્કેન ઓપ્શન રાઈટ પર ટૈપ કરવાનું છે.
  • આ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ બીજા પેજ પર રીડાયરેક્ટ કરી દેવામાં આવશે. આ પેજ જોવામાં વોટ્સએપ વેબ પેજ જેવુ લાગે છે. અહિયાં તમને QR કોડ પણ મળશે.
  • હવે તમારે તમારા પ્રાયમરી ફોનના વોટ્સએપમાં જઈને સેટિંગ્સ મેન્યૂમાં વેબ ઓપ્શનમાં જાવો. તેને ઓપન કરો અને તમારા બીજા ફોન ઉપર લઈ જાવો જેથી ત્યાં આપેલા QR કોડને તે સ્કેન કરી શકે.
  • સ્કૈનિંગ બાદ તમારૂ વોટ્સએપ એકાઉ્નટ બીજા ફોનમાં પણ ચાલુ થઈ જશે.

READ ALSO

Related posts

FD Rates / ખાનગી બેંકે ફિક્સ ડિપોઝિટના રેટમાં કર્યો વધારો, જાણો નવા રેટ

Hardik Hingu

બેલ્જિયમની યુવતી ઓટો ડ્રાઈવરના પ્રેમમાં પડી, ભારત આવીને કર્યા પ્રેમી સાથે લગ્ન…

Kaushal Pancholi

તહેલકા મચાવી રહ્યો છે Viનો આ રિચાર્જ પ્લાન! મળી રહી છે અનલિમિટેડ ઈન્ટરનેટની મજા

Kaushal Pancholi
GSTV