GSTV
Home » News » Whatsappની જબરદસ્ત ટ્રિક, ઇયરફોન વિના છુપાઇને આ રીતે સાંભળો ઑડિયો

Whatsappની જબરદસ્ત ટ્રિક, ઇયરફોન વિના છુપાઇને આ રીતે સાંભળો ઑડિયો

Whatsapp યુઝર્સ ફ્રેન્ડઝ અને ફેમિલી સાથે ચેટિંગ દરમિયાન ફોટો-વીડિયો ઉપરાંત ઑડિયો ફાઇલ્સ પણ શેર કરે છે. જો કે ઘણીવાર એવું બને છે કે કોઇ મીટીંગમાં હોવાના કારણે અથવા ઇયરફોન ન હોવાના કારણે તે ઑડિયો ફાઇલ સાંભળવી શક્ય નથી બનતી.

સાથે જ જો આ ઑડિયો ફાઇલ ભૂલથી પ્લે થઇ જાય તો શરમસાર પણ થવું પડતું હોય છે. જો તમે પણ મોટાભાગે આ સમસ્યાનો સામનો કરતાં હોવ તો, તમારે પરેશાન થવાની જરૂર નથી. અહીં અમે તમને એક એવી ટ્રિક જણાવીશું, જેની મદદથી તમે ઇયરફોન વિના છુપાઇને ઑડિયો ફાઇલ સાંભળી શકશો.

ઑડિયો ફાઇલ માટે આ છે ટ્રિક

હવે જ્યારે પણ તમે કોઇ એવી સ્થિતિમાં હોવ જ્યાં ઑડિયો ફાઇલ્સ પ્લે કરવું શક્ય નથી, તો તમે આ ટ્રિકને ટ્રાય કરી શકો છો. તેના માટે તમારે ઑડિયો ફાઇલ પ્લે કરીને ફોનને તરત તમારા કામ પાસે લઇ જવાનો છે. આમ કરવાથી પ્લે કરવામાં આવેલી ફાઇલનો ઑડિયો સ્પીકરના બદલે ફોનના ઇયરપીસમાંથી બહાર આવશે. આમ કરવાથી આસપાસના લોકોને લાગશે કે તમે કોઇ કૉલ રિસિવ કરી રહ્યાં છો. જણાવી દઇએ કે આ ટ્રિક ફક્ત ઑડિયો ફાઇલ માટે કામ કરે છે અને વીડિયો ફાઇલ માટે તમે તેનો યુઝ નહી કરી શકો.

પ્રાઇવસી માટે શાનદાર ટ્રિક

આ ટ્રિકની ખાસ વાત એ છે કે તમે ઇયરફોન વિના વૉટ્સએપમાં આવેલી ઑડિયો ફાઇલ્સને સાંભળી શકો છો અને કોઇને જાણ પણ નહી થાય કે તમે શું સાંભળ્યુ છે. આ ટ્રિક ઇયરફોન ન હોવાથી તમારી પ્રાઇવસી જાળવી રાખે છે. વૉટ્સએપ ઘણી હિડન ટ્રિક્સ સાથે આવે છે અને આ પણ તેમાંથી જ એક છે. જો કે આ ટ્રિક વિશે વધુ યુઝર્સ જાણતા નથી.

બદલાઇ ઑડિયો રેકોર્ડ કરવાની રીત

ગત વર્ષે વૉટ્સએપે ઑડિયો ફાઇલ્સને રેકોર્ડ કરવા માટે એક નવુ ફિચર રોલ આઉટ કર્યુ હતુ. હવે યુઝર્સને ઑડિયો રેકોર્ડ કરવા માટે માઇક બટનને દબાવીને નહી રાખવું પડે. ઑડિયો રેકોર્ડ કરવા માટે હવે યુઝર્સે માઇક બટન ઉપરની તરફ ડ્રેગ કરવાનું છે. આમ કરતાં જ રેકોર્ડિંગ શરૂ થઇ જશે.

Read Also

Related posts

તમીલનાડુમાં સદગુરુ જગ્ગી વાસુદેવના સાનિધ્યમાં યોજાયેલા કાર્યક્રમમાં આ ગુજરાતી કલાકારોએ ધુમ મચાવી

Nilesh Jethva

FIH Hockey Pro League : ઓસ્ટ્રેલિયા સામેની ટક્કરમાં ભારતનો કારમો પરાજય

Bansari

આર્મી ઓફિસરના ઘરે ઘુસતા જ ચોરમાં જાગી ‘દેશભક્તિ’, દિવાલ પર એવું કંઈક લખી ગયો કે થઈ ગયું વાયરલ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!