GSTV
Auto & Tech Trending

Whatsapp પર પ્રાઇવેટ ચેટ કરતાં હોય તો આ ફીચર છે તમારા કામનું, કોઇ નહીં વાંચી શકે તમારા પ્રાઇવેટ મેસેજ

whatsApp પર ચેટને સેફ રાખવા માટે આ વર્ષે કંપનીએ નવું ફીચર FaceID અને પાસકોડ લાવ્યા છે. આ ફીટરથી યુઝર્સ પોતાની ચેટ બીજા લોકોથી સિક્યોર રાખી શકે છે. જોકે ફીચર અત્યારે ખાલી iOS માટે આપવામાં આવ્યું છે. એન્ડ્રોયડ માટે આ ફીચરના ટેસ્ટિંગ શરૂ કર્યા છે અને તે ક્યારે પણ લોન્ચ થઈ શકે છે.

પણ એન્ડ્રોયડ યુઝર્સ માટે એવા ઘણા વિકલ્પો હાજર છે. જેનાથી તમે ચેટને બીજા લોકોથી સરળતાથી છુપાવી શકશો. જે સરળ વિકલ્પની વાત કરી રહ્યા છીએ તે Archive છે. આ ફીટરથી તમે તમારી ચેટ અથવા ગ્રૂપ છુપાવી શકો છો અને જરૂપ પડવા પર ક્યારે પણ અક્સેસ કરી શકો છો. ધ્યાન રાખો કે Archive Chat તમારી ચેટને ન તો ડિલીટ કરે છે અને તેનું બેકઅપ SD કાર્ડમાં જાય છે. જાણો તેની પાછળની પ્રોસેસ

-ચેટ સ્ક્રીન પર જાવ, અહીં તે Chat પર લાંબા સમય સુધી ટેપ કરો જેને તમારે છુપાવાની છે.
-હવે ટોપ બારથી Archive iconને સિલેક્ટ કરો.
-તેનાથી તમારી ચેટ આર્કાઈવ થઈ જશે અને તમને ચેટ સ્ક્રીન પર નહીં જોવા મળે.
-એન્ડ્રોયડ સ્માર્ટફોન્સમાં આર્કાઈવ કરી ગયેલી બધી ચેટ્સ, Chat Screen સૌથી નીચે હશે.

iPhones પર છુપાવો Chats
-સૌથી પહેલા વોટ્સએપ ઓપન કરો.
-ચેટ સ્ક્રીનમાં તમારી આંગળીને તે ચેટની જમણીથી ડાબી બાજુ સ્લાઈડ કરો જેને તમે છુપાવા માગો છો.
-એવું કરતા કરતા તમારી ચેટ Archive થઈ જશે.
-આઈકોન પર આર્કાઈવ્ડ ચેટ્સને જોવા માટે ઉપરની તરફ સ્ક્રોલ કરી નીચે ખેંચવાનું રહેશે.
જો તમારું મન બદલાય છે તો તમે આ ચેટ્સને unarchive પણ કરી શકો છો. તેના માટે નીચેના સ્ટેપ ફોલો કરો.

Android ફોનમાં unarchive કરવા માટે
-વોટ્સએપ ઓપન કરો.
-હવે નીચે જવા માટે સ્ક્રોલ કરો.
-Archived Chats પર ટેપ કરો.
-હવે તે ચેટ પર ટેપ કરીને હોલ્ડ કરો, જેને તમે unarchive કરવા માગો છો.

Read Also

Related posts

Phobia / જાણો માણસોમાં રહેલા 6 અજીબોગરીબ ફોબિયા વિશે, જે સામાન્ય લોકોના ડરથી છે બિલકુલ અલગ

GSTV Web Desk

Amul Milk Price: શું વધવાની છે Amul દૂધની કિંમત? જાણો કંપનીએ શું જવાબ આપ્યો

GSTV Web Desk

બિગ બોસના ઘરમાં અર્ચના અને સાજિદ ખાન વચ્ચે ઝઘડો, સલમાન ખાને શોમાં બંનેને ખખડાવ્યા

Akib Chhipa
GSTV