ફેસબુકના સ્વામિત્વ ગણાતા વોટ્સએપે મોટું પગલું છે બલ્ક મેસેજ મોકલનારા એકાઉન્ટ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. વોટ્સએપે તેના બ્લોગમાં કહ્યું છે કે તે એવા વોટ્સએપ એકાઉન્ટને બંધ કરી દેશે જે ઘણાં બધાં મેસેજ મોકલશે.

એ ઉપરાંત એ લોકોના એકાઉન્ટ સામે એક્શન લેવામાં આવશે જે ફટાફટ ગ્રૂપ બનાવશે. જોકે વોટ્સએપનો આ નિર્ણય હાલ પૂરતો વોટ્સએપ બિઝનેસ માટે છે. જેમ કે કોઈ વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ પાંચ મિનિટ પહેલા બન્યું છે અને તે એકાઉન્ટથી 15 સેકેન્ડની અંદર 100 મેસેજ મોકલવામાં આવે છે તો કંપની તે એકાઉન્ટ સામે કાર્યવાહી કરશે.


કંપની તે એકાઉન્ટને બંધ પણ કરી શકે છે. અને બીજું કે મિનિટોમાં વધારે પડતાં ગ્રૂપ બનાવનાર વોટ્સએપ એકાઉન્ટ નિશાના પર રહેશે. વોટ્સએપે આ નિર્ણય સ્પેમ મેસેજને રોકવા માટે કર્યું છે.

વોટ્સએપનો આ નિયમ 7 ડિસેમ્બરથી લાગુ થઈ ગયો છે. અહેવાલ છે કે થોડા મહિના પહેલા વોટ્સએપે સ્પેમ અને વધારે મેસેજ મોકલનાર પર લગામ કસીને વધારે મેસેજ ફોરવર્ડને બંધ કરી દીધા છે. એવામાં યુઝર્સ એક વારમાં માત્ર પાંચ લોકોને જ મેસેજ ફોરવર્ડ કરી શકે છે.
Read Also
- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો