વ્હોટ્સએપના આ ફીચરને કારણે યૂઝર્સ ડિલીટ કરવા માંગે છે એપ, તમે જાણીને થશો પરેશાન

જો તમારી પાસે સ્માર્ટફોન હશે તો તમે નિશ્ચિત રીતે વ્હોટ્સએપનો ઉપયોગ કરતા હશો, બીજીતરફ તમારી પાસે જિયોનો ફીચર ફોન હશે તો પણ તમે વ્હોટ્સએપ ઉપયોગ કરી રહ્યાં હશો, પરંતુ હવે વ્હોટ્સએપ એક એવુ કામ કરવા જઇ રહ્યું છે, ત્યારબાદ તમને પણ મન થશે કે વ્હોટ્સએપને ડિલીટ કરી નાખું. વ્હોટ્સએપના નવા અપડેટ બાદ તમને જાહેરાત જોવા મળશે અને તમે કદાચ જ ઈચ્છતા હશો કે તમારા વ્હોટ્સએપ એપ પર જાહેરાત દેખાય.

ફેસબુકની માલિકીવાળી કંપની વ્હોટ્સએપે પુષ્ટિ કરી છે કે તેઓ ટૂંક સમયમાં વ્હોટ્સએપ પર જાહેરાત બતાવવાના છે. વ્હોટ્સએપ પર આવતી જાહેરાત કંઈક એવી હશે જેવી કે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી અને ફેસબુક મેસેન્જરમાં આવે છે એટલેકે ટૂંક સમયમાં તમને વ્હોટ્સએપના સ્ટેટસમાં વીડિયો જાહેરાત દેખાવવાની છે. જેની જાણકારી વ્હોટ્સએપને ટ્રેક કરનારી WABetaInfoએ ટ્વિટ કરીને આપી છે.

મહત્વનું છે કે આ અગાઉ ભારત પ્રવાસે આવેલા વ્હોટ્સએપના ઉપાધ્યક્ષ ક્રિસ ડેનિયલે પણ કહ્યું હતું કે કંપની સ્ટેટસ ફીચરમાં જાહેરાત બતાવશે. વ્હોટ્સએપના આ ફીચરને લઇને WABetaInfoએ ટ્વિટર પર એક પોલ પણ કરાવ્યો છે, જેના આંકડા ચોંકાવનારા છે. પોલમાં સામેલ 40 ટકા લોકોએ કહ્યું છે કે જો કંપની વ્હોટ્સએપ પર જાહેરાત બતાવે છે તો તેઓ વ્હોટ્સએપને પોતાના ફોનમાંથી ડિલીટ કરી નાખશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં વ્હોટ્સએપના ચીફ બિઝનેસ ઑફિસર નીરજ અરોડાએ પોતાના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. જેની જાણકારી નીરજ અરોડાએ જાતે પોતાના ફેસબુક એકાઉન્ટ પર આપી છે. અરોડાએ પોતાના ફેસબુક પોસ્ટમાં લખ્યું છે, ‘હવે આગળ વધવાનો સમય આવી ગયો છે. મને આશા છે કે વ્હોટ્સએપ પોતાની સિક્યોરિટી, ઉપયોગ કરવામાં સરળ અને એક વિશ્વસનીય સંચાર એપના રૂપમાં કાયમ બની રહેશે. વ્હોટ્સએપની ટીમની સાથે કામ કરવુ મારા માટે ગર્વની વાત છે.’

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter