GSTV
Home » News » લ્યો બોલો ! Whatsapp પર મેસેજ મોકલવા માટે ચુકવવો પડશે ચાર્જ, આપવા પડશે આટલા રૂપિયા!

લ્યો બોલો ! Whatsapp પર મેસેજ મોકલવા માટે ચુકવવો પડશે ચાર્જ, આપવા પડશે આટલા રૂપિયા!

ફેસબુકની માલિકી ધરાવતી લોકપ્રિય મેસેજિંગ એપ વૉટ્સએપ ટૂંક સમયમાં મેસેજ માટે ચાર્જીસ લેવાનું શરૂ કરી દેશે અને મેસેજ મોકલવાનો ચાર્જ એક ટેક્સ્ટ મેસેજ કરતાં પણ વધારે હશે. જો કે તમે સામાન્ય યુઝર છો તો તમારે ચિંતા કરવાની કોઇ જરૂર નથી.

હકીકતમાં વૉટ્સએપના બિઝનેસ એકાઉન્ટ યુઝર્સ પાસેથી ચાર્જીસ લેવાનું વિચારી રહ્યું છે. આ અંગેની જાણકારી કંપનીએ જ આપી છે. વૉટ્સએપ બિઝનેસ એકાઉન્ટ પરથી કરવામાં આવેલા મેસેજનો દર નક્કી કરવામાં આવશે અને તેના અંતર્ગત બિઝનેસ એકાઉન્ટ ચલાવનાર તમામ કંપનીઓ પાસેથી ચાર્જીસ વસૂલવામાં આવશે.

મેસેજની કિંમત અલગ-અલગ દેશો માટે અલગ-અલગ હશે. એક મેસેજ માટે 30 પૈસાથી લઇને 5.8 રૂપિયા સુધીનો ચાર્જ આપવો પડશે. ખાસ વાત એ છે કે મેસેજ માટે પૈસા ચુકવ્યા બાદ મેસેજ પહોચવાની ગેરેન્ટી હશે.

ઉલ્લેખનીય છે કે વૉટ્સએપના બિઝનેસ એકાઉન્ટ પરથી શિપિંગ કન્ફર્મેશન, અપોઇન્ટમેન્ટ રિમાઇન્ડર, ટિકિટ જેવા નોટિફિકેશન્સ મોકલી શકાશે. જો કે તેના માટે એસએમએસ કરતાં વધારે ચાર્જ ચુકવવો પડશે.

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!