તમારું Whatsapp હવે પહેલાં જેવું નહીં રહે, આ ફીચરના બદલાવની જાણ થતાં કો-ફાઉન્ડરે છોડી કંપની

ઇન્સ્ટન્ટ મેસેજિંગ ઍપ Whatsappમાં એક મોટો બદલાવ આવી રહ્યો છે. ફેસબુકના કમાણી વધારવાના પ્રયાસો હેઠળ હવે વૉટ્સઍપ જાહેરાતો દેખાડવાની તૈયારીઓ કરી રહ્યું છે. મોબાઈલ મેસેજિંગ સેવાના ઉપાધ્યક્ષ ક્રિસ ડેનિયલે બુધવારે કહ્યું કે કંપની પોતાના Status ફીચરમાં જાહેરાતો બતાવશે. ડેનિયલે નવી દિલ્હીમાં કહ્યું કે અમે સ્ટેટસમાં જાહેરાતો નાંખવા જઈ રહ્યાં છે. કંપની માટે આ કમાણીનું પ્રાથમિક માધ્યમ હશે અને સાથે જ વ્યવસાયો માટે લોકો સુધી પહોંચાડવાનો મોકો પણ મળશે.

વૉટ્સઍપમાં હવે દેખાશે જાહેરાતો

જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કરાયું કે કંપની આવું ક્યારથી શરૂ કરશે. તમને જણાવી દઈએ કે વૉટ્સઍપના દુનિયાભરમાં 1.5 અબજ યુઝર્સ છે જ્યારે 25 કરોડથી વધારે ભારતમાં છે. આ પ્રથમ વખત હશે કે આ લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસમાં લોકોને જાહેરાતો જોવા મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે Whatsappના Status ફીચરમાં યુઝર્સ ટેક્સ્ટ, ફોટો, વીડિયો અને એનિમેટેડ GIF ફાઈલો શેર કરી શકે છે જે 24 કલાક બાદ આપોઆપ ગાયબ થઈ જાય છે.

વૉટ્સઍપના કો-ફાઉન્ડરે છોડી કંપની

ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગની Whatsapp દ્વારા કમાણી કરવાની યોજનાથી સોશ્યલ મીડિયા મેસેજિંગ સેવાના કેટલાંક કો-ફાઉન્ડર કંપનીથી છૂટાં પડી ગયા હતાં. જેમાંથી એક બ્રાયન એક્ટૉને હાલમાં જ ફૉર્બ્સને કહ્યું હતું કે ઝુકરબર્ગ મેસેજિંગ સેવાથી કમાણી કરવાની જલ્દીમાં છે જેના માટે એન્ક્રિપ્શન એક્ટિવિટીને પણ નબળી કરવાની કોશિશ થઈ રહી છે. ઍક્ટૉન કહ્યું હતું કે ટાર્ગેટેડ એડવર્ટાઇઝિંગ આપવાની તૈયારી થઈ રહી છે જે મને પસંદ નથી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter