GSTV

વૉટ્સએપનાં આ નવા ફીચરથી યુઝર્સને મળશે મોટી રાહત, જલ્દીથી થશે અપડેટ

વોટ્સએપ યુઝર્સ માટે સમય સમય પર, સ્ટોરેજનાં રૂપમાં એક મોટી સમસ્યા સામે આવે છે અને તેઓ પરેશાન રહે છે કે તેઓ વોટ્સએપ ફાઇલોમાંથી કેટલું સ્ટોરેજ ખર્ચ કરે છે અને કંઈ-કંઈ મોટી ફાઇલો છે. આવી સ્થિતિમાં, વિશ્વનો સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ, વોટ્સએપ ટૂંક સમયમાં એક ફીચર લઈને આવી રહ્યુ છે, જે યુઝર્સનાં સ્ટોરેજ પ્રોબ્લેમની સમસ્યા હલ કરશે.

કંપનીએ હાલમાં તેને એન્ડ્રોઇડ beta version 2.20.201.9 પર લોન્ચ કર્યું છે, જેમાં નવા યુઝર ઇન્ટરફેસની સાથે જ સ્ટોરેજ સેક્શન પણ બતાવે છે. તો તાજેતરમાં WABetaInfo પર જોવામાં આવ્યું છે. WABetaInfo એક ઓનલાઇન ચેનલ છે જે વોટ્સએપમાં પરિવર્તન અથવા નવી સુવિધાઓ વિશે માહિતી પ્રદાન કરે છે.

વોટ્સએપના નવા ફીચરમાં શું ખાસ છે?

માનવામાં આવી રહ્યું છે કે વોટ્સએપ ટૂંક સમયમાં નોન-બીટા યુઝર્સ માટે આ સુવિધા શરૂ કરવાની છે. હાલમાં આ સુવિધા બીટા યુઝર્સ માટે લાઈવ છે. વોટ્સએપના આ નવા ફિચર વિશે વાત કરતાં આની મદદથી તમે સીધું જોઈ શકશો કે કઈ ફાઇલ કેટલા MBની છે અથવા કેટલી જગ્યા લે છે. આવી સ્થિતિમાં, તમે બિનજરૂરી ફાઇલોને સરળતાથી ડિલીટ કરી શકશો. હવે તમે આ સુવિધાને વોટ્સએપમાં જ જોશો અને તેના માટે એક અલગ વિભાગ હશે.

તેની સાથે જ એક સેક્શન તમને ફોરવર્ડેડ ફાઈલ્સનું પણ દેખાશે. જેની ઉપર ક્લિક કર્યા પછી તમને જાણ થઈ જશે કે, કંઈ-કંઈ ફાઈલને ડીલીટ કરી નાખવાની જરૂર છે. અત્યાર સુધીમાં તમે તમારા મોબાઈલ ફોનનાં સ્ટોરેજમાં જઈને જાણવાના પ્રયાસો કરતાં હતાકે, કંઈ એપ કેટલી જગ્યા લઈ રહી છે અને કંઈ ફાઈલ્સ જરૂરી અથવા બિનજરૂરી છે.

આજકાલ સોશિયલ મીડિયા એ આપણા જીવનનો એક ભાગ બની ગયો છે અને ફેસબુક, વ્હોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને અન્ય એપ્લિકેશનો સહિતની આપણી જરૂરિયાતો. આવી સ્થિતિમાં વોટ્સએપ પર ઘણા બધા ફોરવર્ડ કરેલા મેસેજીસ અથવા ફોટો-વીડિયો આવતા રહે છે અને તે ફોનની મેમરીને ભરી દે છે. હવે ટૂંક સમયમાં, વોટ્સએપની નવી સુવિધા સાથે, તમે વોટ્સએપ પર ફાલતૂ અથવા બિનજરૂરી ફાઇલોને ડિલીટ કરી શકશો અને ફોનની સ્પીડ પણ પ્રભાવિત થશે નહીં, તમારા ફોનની મેમરીને સંપૂર્ણ ભરાતા રોકી શકશો. વનારા સમયમાં સોશિયલ મીડિયા એપ વોટ્સએપ આવી અનેક સુવિધાઓ લાવશે, જે યુઝર્સને ઘણી સુવિધાઓ આપશે.

READ ALSO

Related posts

કાળી મજૂરી કરી મીઠું પકવતા અગરિયાઓની વેદના, આવું શોષણ તો અંગ્રેજોના સમયમાં પણ નહોતું થતું

Nilesh Jethva

Post Officeની આ સ્કીમમાં પૈસા ડબલ થવાની ગેરંટી, જલ્દીથી ઉઠાવો ફાયદો

Dilip Patel

Aadhaar Cardમાં ડોક્યૂમેન્ટ વગર મોબાઈલ નંબર કરો અપડેટ, અહીંયા જાણો સરળ રીત

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!